Gujaratના 14 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ, ધરમપુર તથા ખેરગામમાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ, જુઓ Video

Gujaratના 14 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ, ધરમપુર તથા ખેરગામમાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 8:39 PM

રાજ્યના 19 જેટલા તાલુકામાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 45 તાલુકાઓમાં સરેરાશ એકથી બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

Gandhinagar : ગુજરાતમાં સાર્વત્રિક રીતે ચોમાસુ જોવા મળી રહ્યું છે. વરસી રહેલા વરસાદના(Rain) પરિણામે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ(Valsad)  જિલ્લાના ધરમપુર તાલુકામાં 195 મિ.મી. તથા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 191 મિ.મી. એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકામાં ૧૬૫ મિ.મી., ભેંસાણમાં ૧૫૨ મિ.મી., વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૧૩૮ મિ.મી., પારડીમાં ૧૩૬ મિ.મી., વપીમાં ૧૩૧ મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે.

જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો, ધારીમાં ૧૩૦ મિ.મી., અંકલેશ્વરમાં ૧૨૫ મિ.મી., ભરૂચમાં ૧૨૦ મિ.મી., ચિખલીમાં ૧૧૫ મિ.મી., કપરાડામાં ૧૧૫ મિ.મી., ધંધુકામાં ૧૦૭ મિ.મી., ચુડામાં ૧૦૬ મિ.મી., વલભીપુર તાલુકામાં ૧૦૨ મિ.મી., જ્યારે અમદાવાદ શહેરમાં એ ૧૦૨ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આમ, ૧૪ જેટલા તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત વાંસદા અને જલાલપોર તાલુકામાં અનુક્રમે ૯૩ અને ૯૨ મિ.મી., લીંબડી તથા મહુવા તાલુકામાં અનુક્રમે ૯૦ અને ૮૯ મિ.મી., લુણાવાડા અને ભાવનગરમાં અનુક્રમે ૮૭ અને ૮૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે બરવાળા અને તલાલામાં ૮૦ મિ.મી. અને વઘઈ તથા વાલીયામાં ૭૯ મિ.મી. વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય તાલુકાઓ જેવા કે, નેત્રંગમાં ૭૦ મિ.મી., ગણદેવીમાં ૬૯ મિ.મી., આણંદમાં ૬૮ મિ.મી., કપડવંજમાં ૬૭ મિ.મી., આહવા અને હાંસોટમાં ૬૬ મિ.મી., શિહોરમાં ૬૫ મિ.મી., ઓલપાડ અને ડેડિયાપાડામાં ૬૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના ૧૯ જેટલા તાલુકામાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ૪૫ તાલુકાઓમાં સરેરાશ એકથી બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 01, 2023 08:39 PM
g clip-path="url(#clip0_868_265)">