Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં પરિવાર સાથે કુળદેવીના કર્યા દર્શન

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં પરિવાર સાથે કુળદેવીના દર્શને પહોંચ્યા હતા. અહીં તેમણે પરિવાર સાથે બહુચર માતાના દર્શન કર્યા હતા અને આરતીના સહભાગી બન્યા હતા. ભક્તિભાવ સાથે તેઓ માતાની આરતી વંદના કરતા જોવા મળ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Sep 27, 2022 | 10:26 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આ દરમિયાન તેમણે પરિવાર સાથે તેમના વતન માણસા (Mansa) જઈ કુળદેવીના દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે નવરાત્રી (Navratri) પર અહીં તેમના કુળદેવી બહુચરમાતાના દર્શને આવે છે. પોતાના વતન માણસામાં તેમણે કુળદેવી બહુચર માતાજીની આરતી વંદના કરી હતી. બે દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે આવેલા અમિત શાહે એક દિવસમાં ચાર મંદિરના દર્શન કર્યા હતા. અમિત શાહે ગાંધીનગરમાં મીની પાવાગઢ મંદિરથી જાણીતા પૌરાણિક મહાકાળી માતાના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે રૂપાલમાં વરદાયિની માતાના પણ દર્શન કર્યા હતા. આ અગાઉ તેમણે બહુચરાજી માતાજીના દર્શન કર્યા હતા. સાંજે અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શને પહોંચ્યા હતા. પરિવારની પરંપરા મુજબ તેઓ દર બીજા નોરતે પરિવાર સાથે માણસામાં કુળદેવી બહુચર માતાના દર્શને આવે છે.

અમિત શાહે  રૂપાલમાં વરદાયિની માતાના કર્યા દર્શન

અમિત શાહે દિવસભર વિવિધ લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમિત શાહે રૂપાલના વિખ્યાત વરદાયિની માના પણ દર્શન કર્યા હતા.રૂપાલના વરદાયિની મંદિરના જીર્ણોદ્ધાર બાદ ગર્ભગૃહ અન્ દ્વારને ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. મંદિરના નવનિર્મિત ગર્ભગૃહ અને દ્વારને 5 કિલો સોનાથી સૂવર્ણ કવચથી મઢવામાં આવ્યુ છે. અમિત શાહે મંદિરના ગર્ભગૃહ દ્વાર અને મૂર્તિની આસપાસના સ્થાનને સોનાથી જડિત કરવામાં આવ્યુ છે તેનુ લોકાર્પણ કર્યુ હતુ. સાથે સાથે વરદાયિની માતાના દર્શન કર્યા હતા. મૂળ રૂપાલના બળદેવભાઈ પટેલ દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું હતું. જેના થકી ગર્ભગૃહને સોનાથી મઢીત કરવામાં આવ્યું છે. 500 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર છ વર્ષ પહેલા કરવામાં આવ્યું. આવ્યો હતો જે વાત આજે મંદિરની શોભામાં વૃદ્ધિ થઈ છે. મહત્વપૂર્ણ બાબતે છે કે રૂપાલ ગામે અમિત શાહનું આદર્શ ગામ યોજના સંદર્ભે લીધેલ દત્તક ગામ છે. જેથી રુપાલ ગામ પ્રત્યે તેમનો વિશેષ લગાવ પણ છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati