ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર નહીં લડે લોકસભા ચૂંટણી, કહ્યું-કુદરત માફ નહીં કરે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાને લઈ પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવાના નિર્ણય સાથે નવા લોકો ઉમેદવાર તરીકે કઇ રીતે ઉભરી આવે એ માટેની ચર્ચા કરીને આ નિર્ણય કર્યો છે. કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓને લઇને પણ પૂર્વ પ્રમુખે આકરા શબ્દો કહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2024 | 8:04 PM

ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરે તેની રાહ તેમના કાર્યકરો જોઈ રહ્યા છે, એ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જગદીશ ઠાકોરે કહ્યુ છે કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે. રાહુલ ગાંધી પણ આવુ ઇચ્છે છે કે, નવા ઉમેદવારોને તક મળે. આ માટે ચૂંટણી ઈન્ચાર્જથી લઈને ઉપલી નેતાગીરીની સાથે ચર્ચા કરી છે. આ માટે હાલમાં પોતાની નાદુરસ્ત તબિયત સહિતના કારણોને પણ તેઓએ રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  હિંમતનગરમાંથી પાકિસ્તાન સુપર લીગ પર રમાતો સટ્ટો ઝડપાયો, 2 ની ધરપકડ

જગદીશ ઠાકોરે આ દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓને લઈ પણ આકરા શબ્દો કહ્યા હતા. કોંગ્રેસને ક્રાઈસીસના સમયે છોડીને ગયેલાને કુદરત માફ નહીં કરે એવા શબ્દો કહ્યા હતા. કહ્યુ હતુ કે, કોંગ્રેસે તેમને ધારાસભ્ય, પ્રધાન અને વિપક્ષી નેતા સહિતના હોદ્દાઓ આપીને મોટા કર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">