Rain Update : 12 ઈંચ વરસાદથી પોરબંદરના ઘેડ પંથકમાં ઘોડાપૂર આવ્યું, 22 ગામોમાં પૂરનાં પાણી ઘૂસ્યા, જુઓ Video
પોરબંદરના ઘેડ પંથકમાં ઘોડાપૂર આવ્યું છે. કુતિયાણાથી ગરેજ ગામે ભાદરના પાણી પહોંચ્યા છે. ઘેડ પંથકના 22 ગામોમાં પૂરનાં પાણી ઘૂસ્યા છે. કુતિયાણાનું કાસાબડ ગામ બેટમાં ફેરવાયું છે.
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યું છે. પોરબંદરના રાણાવાવમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે.તો પોરબંદરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
પોરબંદરના ઘેડ પંથકમાં ઘોડાપૂર આવ્યું છે. કુતિયાણાથી ગરેજ ગામે ભાદરના પાણી પહોંચ્યા છે. ઘેડ પંથકના 22 ગામોમાં પૂરનાં પાણી ઘૂસ્યા છે. કુતિયાણાનું કાસાબડ ગામ બેટમાં ફેરવાયું છે. સમગ્ર ઘેડ પંથક ભાદર અને ઓઝત નદીના ઘોડાપૂરથી બેટમાં ફેરવાયો છે. પંથકના ગામ બીજીવાર બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયુ છે.
પોરબંદરનું કુતિયાણા તાલુકાનું કાસાબડ ગામ બેટમાં ફેરવાયું છે. ભાદર અને ઓઝતમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા હતા. કુતિયાણા તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ઘેડ અને કુતિયાણા પંથક ભારે વરસાદ છે. ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. નાળા અને વોકળા છલકાયા છે.