દેવભૂમિ દ્વારકાઃ ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ, કેસના મૂળ સુધી પહોંચવા જિલ્લા પોલીસ એક્સન મોડમાં

હાલ પકડાયેલ ત્રણ આરોપી 9 દિવસના રિમાન્ડ પર છે જેની પૂછપરછમાં પણ વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે અત્યાર સુધીમાં કુલ 315 કરોડની કિમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 8:12 PM

દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસમાં તપાસ તેજ બનાવાઈ છે. કેસના મૂળ સુધી પહોંચવા જિલ્લા પોલીસ એક્શન મોડમાં છે. SPના નેજા હેઠળ ત્રણ ખાસ ટીમ તૈયાર કરાઈ છે જેમાં 3 DySP અને 3 PIને સામેલ કરાયા છે. હાલ આરોપીની કોલ ડિટેઈલના આધારે સમગ્ર નેટવર્કને પકડવા પોલીસ પ્રયાસ કરી રહી છે. સાથે સાથે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, ગુજરાત અને અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો કઈ કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો. ટૂંક સમયમાં આ કેસમાં પોલીસ વધુ લોકોની પણ અટકાયત કરી શકે છે.

હાલ પકડાયેલ ત્રણ આરોપી 9 દિવસના રિમાન્ડ પર છે જેની પૂછપરછમાં પણ વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે અત્યાર સુધીમાં કુલ 315 કરોડની કિમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રગ્સ પાકિસ્તાનથી લવાયું ગુજરતામાં લવાયું હતું. આરોપીઓ ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએ ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાના હતા.

નોંધનીય છેકે આ સાથે જ ગુજરાતમાં વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દ્વારકા પોલીસે 66 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત હાલમાં સાડા ત્રણસો કરોડ કહેવામાં આવી રહી છે. સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. ત્યાર દ્વારકા પોલીસે તેને ઝડપી પાડ્યું છે. જિલ્લાના વાડીનાર અને સલાયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ ઓપરેશન હાથ ધરાયું હતું.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">