Cyclone Biparjoy : નવસારીના દાંડીના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો, જુઓ Video
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતનો દરિયા કિનારો એલર્ટ કરવામાં આવ્યો છે જેમાં નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારાને પણ એડ કરવામાં આવ્યો છે દરિયામાં વાવાઝોડાની અસરની શક્યતાઓ અને આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે દાંડીના દરિયા કિનારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
Navsari : Cyclone Biparjoy ની શક્યતાના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતનો દરિયા કિનારો એલર્ટ કરવામાં આવ્યો છે જેમાં નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારાને પણ એડ કરવામાં આવ્યો છે દરિયામાં વાવાઝોડાની અસરની શક્યતાઓ અને આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે દાંડીના દરિયા કિનારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
સમગ્ર હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લાના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ છે. જેમાં દરિયો ન ખેડવા માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા Cyclone Biparjoy ને પગલે ગુજરાત ના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં વાવાઝોડું હાલ ગોવાથી 840 કિલોમીટર દૂર છે. તેમજ મુંબઈથી 870 કિલોમીટર દૂર છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો