નળ સરોવર અભયારણ્ય પક્ષીઓની ગણતરી હાથ ધરાઇ, બ્લેક નેક ગ્રીબ અને તેજપર જેવા નવા મહેમાનોનું આગમન, જુઓ Video

પક્ષી અભયારણ્ય નળસરોવર ખાતે દેશ અને વિદેશથી પક્ષીઓ આ સમયે અહીં આવે છે. ત્યારે વિરમગામ નજીકના આ પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળસરોવરમાં 3 અને 4 ફેબ્રુઆરી પક્ષીઓની ગણતરી-2024 યોજાઇ.આ વર્ષે પક્ષી અભ્યારણ્ય નળસરોવર મા વોટર બર્ડ સાથે ખાસીયા મેદાન અને જંગલ પક્ષી પણ ગણતરી હાથ ધરાઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2024 | 1:42 PM

પક્ષી અભયારણ્ય નળસરોવર ખાતે દેશ અને વિદેશથી પક્ષીઓ આ સમયે અહીં આવે છે. ત્યારે વિરમગામ નજીકના આ પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળસરોવરમાં 3 અને 4 ફેબ્રુઆરી પક્ષીઓની ગણતરી-2024 યોજાઇ.આ વર્ષે પક્ષી અભ્યારણ્ય નળસરોવર મા વોટર બર્ડ સાથે ખાસીયા મેદાન અને જંગલ પક્ષી પણ ગણતરી હાથ ધરાઈ હતી.

200થી વધુ લોકો ગણતરીમાં જોડાયા

અમદાવાદ જિલ્લામાં આવેલા નળ સરોવરમાં બે દિવસીય પક્ષી ગણતરી કરવામાં આવી હતી. નળસરોવરમા 44 ઝોન પાડી 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન અંદાજે 104થી વધુ વન વિભાગના અધિકારી અને પક્ષીવાદોએ ગણતરી કરી હતી. 40 અભ્યારણ્ય અને 4 ઇકો સેન્સિટીવ ઝોનમા ગણતરી હાથ ધરાઈ હતી.વિદેશી અને સ્થાનિક પક્ષીઓના ઘર અને પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર એવા નળ સરોવરમા વન વિભાગે બે દિવસ સુધી પક્ષીઓની ગણતરીનુ આયોજન કર્યું હતું.બે દિવસ દરમિયાન પ્રવાસીઓ માટે નળસરોવર પ્રતિબંઘ મુકાયો હતો. દર બે વર્ષે આ પ્રકારે પક્ષીઓના વ્યુના આધારે ટેલીસ્કોપ જેવા સાધનોના ઉપયોગથી સંખ્યાનો અંદાજ આવે છે. જેમાં 200થી વધુ લોકો આ કામમા જોડાયેલા હતા.

આ વર્ષે પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા

આ વર્ષે બ્લેક નેક ગ્રીબ એટલે કે, ડુબકી, તેજપર નામનુ પક્ષી, વ્હાઈટ ટેલ લેફ્ટ વીંગ જેવા નવા પક્ષીઓ જોવા મળ્યા છે. જોકે આ વર્ષે ફ્લેમીંગો ખાસ જોવા મળ્યા. આ સમગ્ર સરોવરની અને વિદેશી પક્ષીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા વન વિભાગના સ્ટાફ સાથે સરકાર તરફથી એસઆરપીના હથિયારધારી જવાનો પણ આપવામાં આવ્યા છે. જેઓ દિવસરાત સતત પેટ્રોલીંગ કરીને પક્ષીઓને બચાવે છે. ગત વર્ષની વાત કરીએ તો 200 થી પણ વધુ પ્રજાતિના 3 લાખથી પણ વધારે પક્ષીઓ જોવા મળ્યા હતા. આ વખતે પણ સંખ્યા વધે તેવી આશા છે.

સતત પેટ્રોલીંગ કરીને પક્ષીઓને બચાવવાની કામગીરી

વિરમગામ તાલુકાના નળસરોવર પક્ષી અભયારણ્ય પક્ષી વિદો અને અભ્યાસીઓ માટે તીર્થસ્થળ ગણવામાં આવે છે. ત્યારે દર ત્રીજા વર્ષની જેમ આ વર્ષે પણ 3અને 4 ફેબ્રુઆરી દરમ્યાન વનવિભાગ અને વાઈડ લાઈફ વિભાગ દ્વારા પક્ષીગણતરી હાથ ધરાઈ હતી. મહત્વનું છે કે સમગ્ર સરોવરની અને વિદેશી પક્ષીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસરાત સતત પેટ્રોલીંગ કરીને પક્ષીઓને બચાવવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">