વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022ને સ્થગિત કરવાની કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાની માંગ

જાન્યુઆરી મહિનામાં યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ સમિટમાં દક્ષિણ આફ્રિકી દેશોના પ્રતિનિધીઓને આમંત્રણ અપાયુ છે.. ત્યારે આફ્રિકી દેશોમાં નવા વેરિઅન્ટનું સંક્રમણ ગુજરાત રાજ્યમાં ન ફેલાઈ અને રાજ્યની પ્રજા સુરક્ષિત રહે તે માટે અર્જુન મોઢવાડિયાએ રજૂઆત કરી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 1:41 PM

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022ને(Vibrant Gujarat Summit 2022) સ્થગિત કરવા કોંગ્રેસ(Congress) નેતા અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) માગ કરી છે. દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના(Corona) નવા વેરિઅન્ટના(New Variant)ખતરાને ધ્યાનમાં રાખી તેઓએ સરકારને રજૂઆત કરી છે.

જાન્યુઆરી મહિનામાં યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ સમિટમાં દક્ષિણ આફ્રિકી દેશોના પ્રતિનિધીઓને આમંત્રણ અપાયુ છે.. ત્યારે આફ્રિકી દેશોમાં નવા વેરિઅન્ટનું સંક્રમણ ગુજરાત રાજ્યમાં ન ફેલાઈ અને રાજ્યની પ્રજા સુરક્ષિત રહે તે માટે અર્જુન મોઢવાડિયાએ રજૂઆત કરી છે. વધુમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ભાજપ સરકાર ફરી કોરોના ફેલાવવાનું કામ ન કરે અને પ્રજાની ચિંતા કરે.

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા વેરિઅન્ટના ભય વચ્ચે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નવા વેરિઅન્ટ ધરાવતા દેશોના પ્રવાસેથી આવેલા મુસાફરોના એરપોર્ટ(Airport)પર જ આરટીપીસાર( RTPCR)ટેસ્ટ કરવામાં આવશે. જેમાં 11 દેશોમાં યુરોપ, યુકે, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ચીન, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, બોત્સવના,મોરિસસ અને ઝિંમ્બાબવેનો સમાવેશ કરાયો છે.

હાલ આ 11 દેશોના પ્રવાસીઓનો રાજ્યના તમામ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ફરજિયાત કરવા નિર્ણય લેવાયો છે અને કોરોનાનો નવો વેરિઅન્ટ રાજ્યમાં પ્રવેશે નહિ તે માટે તંત્રએ સતર્કતા દાખવી છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં (South Africa) મળી આવેલા કોરોના વાયરસ (Corona virus) ના નવા પ્રકાર B.1.1.529ને લઈને હલચલ મચી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેને ઓમિક્રોન (Omicron) નામ આપ્યું છે. અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની (Variant of concern) શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સિનિયર ડોકટરો પણ પોતાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરશે

આ પણ વાંચો :Omicron : કોરોના વાયરસના નવા વેરિયન્ટથી હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, જાણો શું અસર થશે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર

Follow Us:
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">