ગુજરાતમાં સિનિયર ડોકટરો પણ પોતાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરશે

ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોરમે  કહ્યું  છે કે  સરકારે છ મહિના પછી પણ હજુ એકેય વચન પૂરુ થયું નથી.નવો ઠરાવ રદ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતમાં(Gujarat)  એક તરફ નીટ પીજી કાઉન્સેલિંગના મુદ્દે જુનિયર ડોકટરોએ સરકાર સામે વિરોધ શરૂ કર્યો છે. તેવા સમયે હવે  રાજ્યભરમાં સિનિયર તબીબો(Seniour Doctors)  વિરોધ પ્રદર્શન(Agitation)કરશે. જેમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી, ક્લાસ 2 મેડિકલ ઓફિસર્સ GIDA, ESISના 10 હજાર તબીબો વિરોધ પ્રદર્શન કરશે.

ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોરમે  કહ્યું  છે કે  સરકારે છ મહિના પછી પણ હજુ એકેય વચન પૂરુ થયું નથી.નવો ઠરાવ રદ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમણે કહ્યું છે કે સરકાર તબીબોને લાભ આપવા માગે છે પરંતુ વચ્ચેના અધિકારીઓની હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

NEET PG કાઉન્સેલિંગ  મુદ્દે  રેસિડેન્ટ ડોકટરો આંદોલનના મૂડમાં 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે જુનિયર ડોકટર એસોસીએશને સરકાર સામે વધુ એક વખત વિરોધ કર્યો છે.. NEET PG કાઉન્સેલિંગ 4 સપ્તાહ માટે મોકૂફ રાખતા નવા ડોકટરની અછત સર્જાઈ છે. જેથી અત્યારના રેસીડેન્ટ ડોકટરની કામગીરીનો બોજો વધ્યો છે. ત્યારે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબના કારણે ઓલ ઈન્ડિયા એસો.ના તમામ ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે અંતર્ગત બી.જે.મેડિકલ કોલેજના ડોક્ટરોએ પીજી ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ છે.

કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઇ હકારાત્મક પગલાં ન લેવાતા વિરોધ પ્રદર્શન કર્યુ છે. જ્યારે સોમવારે બી.જે. મેડિકલ સહિત તમામ રેસિડેન્ટ ડોકટરો OPDના કામકાજથી અળગા રહી હડતાળ પર ઉતરશે અને માત્ર ઈમરજન્સી સેવાઓ જ શરૂ રાખવા ચિમકી આપી છે.

આ પણ વાંચો : પાટણમાં ખાતરની અછતના પગલે ખેડૂતો પરેશાન, ઝડપથી ખાતર પહોંચાડવા માંગ

આ પણ વાંચો : ગુજરાતમાં વાપી નગરપાલિકા ચૂંટણી માટે મતદાન શરૂ, 43 બેઠક માટે 109 ઉમેદવારો મેદાનમાં

  • Follow us on Facebook

Published On - 12:17 pm, Sun, 28 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati