Bonus Share: 5 રૂપિયાના શેર ખરીદવા પડાપડી, કંપની થઈ દેવા મુક્ત, હવે બોનસ શેરની કરી જાહેરાત

શેરબજારમાં લિસ્ટેડ એવી કેટલીક કંપનીઓ છે જેમના શેરની કિંમત 10 રૂપિયાથી ઓછી છે પરંતુ તેઓ સમયાંતરે તેમના રોકાણકારોને ભેટ આપે છે. આ કંપનીના શેરની કિંમત 5.57 રૂપિયા છે. ગયા શુક્રવારે, શેર તેના અગાઉના રૂ. 5.47ના બંધ કરતાં 1.83% વધુ બંધ રહ્યો હતો.

Bonus Share: 5 રૂપિયાના શેર ખરીદવા પડાપડી, કંપની થઈ દેવા મુક્ત, હવે બોનસ શેરની કરી જાહેરાત
Follow Us:
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: May 05, 2024 | 3:57 PM

શેરબજારમાં લિસ્ટેડ એવી કેટલીક કંપનીઓ છે જેમના શેરની કિંમત 10 રૂપિયાથી ઓછી છે પરંતુ તેઓ સમયાંતરે તેમના રોકાણકારોને ભેટ આપે છે. આવી જ એક કંપની આશિર્વાદ કેપિટલ લિમિટેડ છે. આ કંપનીના શેરની કિંમત 5.57 રૂપિયા છે. ગયા શુક્રવારે, શેર તેના અગાઉના રૂ. 5.47ના બંધ કરતાં 1.83% વધુ બંધ રહ્યો હતો.

આ વર્ષે 1 ફેબ્રુઆરીએ શેરની કિંમત 8.24 રૂપિયા થઈ ગઈ હતી. આ પણ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી હતી. જ્યારે, 26 મે, 2023ના રોજ, શેર રૂ. 3.27ને સ્પર્શ્યો હતો. આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે.

બોનસ શેર આપશે આ કંપની

તાજેતરમાં આશીર્વાદ કેપિટલ લિમિટેડે બોમ્બે સ્ટોક એક્સચેન્જને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક વિશે જાણ કરી છે. આ દરમિયાન કંપનીએ બોનસ શેરના પ્રસ્તાવ વિશે પણ માહિતી આપી હતી. કંપનીએ એક્સચેન્જને જણાવ્યું કે આશીર્વાદ કેપિટલ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ 10/05/2024 ના રોજ નિર્ધારિત છે. આ બેઠકમાં અન્ય બાબતોની સાથે 31 માર્ચે પૂરા થતા ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવશે. આ સિવાય ઇક્વિટી શેરના બોનસ ઇશ્યૂની જાહેરાત કરવાની પણ દરખાસ્ત છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

શેરહોલ્ડિંગ પેટર્નની ડિટેલ

જો આપણે માર્ચ 2024 સુધીમાં આશિર્વાદ કેપિટલ લિમિટેડની શેરહોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટરો 51 ટકા હિસ્સો ધરાવે છે. તે જ સમયે, જાહેર શેરધારકો 49 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના મુખ્ય પ્રમોટરોમાં શિલ્પા પોદ્દાર, દિનેશ પોદ્દારનો સમાવેશ થાય છે. બંને કંપનીના અનુક્રમે 10.27 ટકા અને 16.40 ટકા શેર ધરાવે છે.

કંપની વિશે

આશીર્વાદ કેપિટલ લિમિટેડ, વર્ષ 1985માં સ્થપાયેલ, એક નોન-બેંક ફાઇનાન્સ કંપની છે જે મુખ્યત્વે સ્ટોક્સ અને સિક્યોરિટીઝમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પથ્થરની કોતરણી, પેઇન્ટિંગ અને ઘરેણાં જેવી સુશોભન વસ્તુઓનું ઉત્પાદન પણ સામેલ છે. નાણાકીય માહિતી મુજબ આશીર્વાદ કેપિટલ દેવા મુક્ત કંપની છે.

આ પણ વાંચો: Upcoming IPO: તુટશે 20 વર્ષ જૂનો રેકોર્ડ ! આ અઠવાડિયે આવી રહ્યા છે 6300 કરોડના 3 IPO

Latest News Updates

નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">