Omicron : કોરોના વાયરસના નવા વેરિયન્ટથી હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, જાણો શું અસર થશે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર

Diamond Industry Surat : દક્ષિણ આફ્રીકાના બોટ્સવાનામાંથી રફ ડાયમંડનો મોટો જથ્થો સુરત શહેરમાં DTC મારફતે તેમજ ખાનગી માઇન કંપનીઓ દ્વારા પુરો પાડવામાં આવે છે. આવા સંજોગોમાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા હીરા ઉદ્યોગકારોમાં ભયનો માહોલ છે.

SURAT : દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ જોવા મળતા ગુજરાતના હીરા ઉદ્યોગકારોમાં પણ ચિંતા પ્રસરી છે. કારણ કે, દક્ષિણ આફ્રીકાના બોટ્સવાનામાંથી રફ ડાયમંડનો મોટો જથ્થો સુરત શહેરમાં DTC મારફતે તેમજ ખાનગી માઇન કંપનીઓ દ્વારા પુરો પાડવામાં આવે છે. આવા સંજોગોમાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા હીરા ઉદ્યોગકારોમાં ભયનો માહોલ છે. જો કે, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રિઝનના ચેરમેન દિનેશ નાવડિયાએ દાવો કર્યો છે કે, કોરોનાના નવા વેરિયન્ટની કોઇ અસર સ્થાનિક હીરા ઉદ્યોગ પર નહીં પડે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રિઝનના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે COVID19 ની પરિસ્થિતિ વચ્ચે પણ દુબઈ અને બેલ્જીયમમાં માલ જતો હતો અને બીઝનેસ થતો હતો. તેમણે કહ્યું કે આવતા દિવસોમાં આ જ પ્રમાણે ફરી ટ્રેન્ડ શરૂ થશે. તેમણે કહ્યું કે જો બોટ્સવાનામાં લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થાય અને ખાણો અને ખાણકામ બંધ થશે તો રફ સપ્લાયમાં સમસ્યા આવી શકે છે.

જો કે તેમણે એમ પણ કહ્યું કે આફ્રિકન દેશોમાં COVID19ની પરિસ્થિતિ વચ્ચે પણ ખાણો શરૂ હતી. કોરોના મહામારીને કારણે કોઈ વધારે સમસ્યા ઉભી થઇ ન હતી. તેમણે કહ્યું કે નવા વેરિયન્ટની આવનારા દિવસોમાં થતી અસરો પરથી જ ચોક્કસ અનુમાન લાગવી શકાય.

આ પણ વાંચો : SURAT : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સુરતના એક દિવસના પ્રવાસે

આ પણ વાંચો : KUTCH : ભુજનું કુનારિયા ગામ કે જેણે રાજ્ય નહી, પણ સમગ્ર દેશ માટે આદર્શ ગામનું ઉદાહરણ પૂરું પાડ્યું

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati