ગાંધીનગર વીડિયો : મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજે સાંજે મળશે કેબિનેટ બેઠક, વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ થશે ચર્ચા

આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ પ્રવાસે હોવાથી આજે સાંજે કેબિનેટ બેઠક યોજાશે. જેમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 27, 2023 | 3:23 PM

આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ પ્રવાસે હોવાથી આજે સાંજે કેબિનેટ બેઠક યોજાશે. જેમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ અને મહેમાનોના સંદર્ભે પણ સમિક્ષા કરાશે. આ ઉપરાંત રાજ્યમાં વધતા કોરોના કેસ અંગે પણ ચર્ચા કરાશે. રાજ્યમાં આવનાર બજેટ સત્રની તૈયારીઓની પણ સમિક્ષા કરવામાં આવશે. તો ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લાઈટ એન્ડ સાઉન્ડ શોનો કરાવ્યો શુભારંભ

કચ્છના સફેદ રણમાં હવે પ્રવાસીઓ લાઈટ એન્ડ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણી શકશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લાઈટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો છે. રણોત્સવનું આ નવુ નજરાણું પ્રવાસીઓમાં લોકપ્રિય બનશે. લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં કચ્છના ઈતિહાસ અને સાંસ્કૃતિક ધરોહરને વણી લેવામાં આવી છે. મારી ભૂમિ-કચ્છની ભૂમિ થીમ પર આ શોને તૈયાર કરવામાં આવ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">