Video : ગુજરાતના જુદા-જુદા શહેરમાં CID ક્રાઇમના દરોડા, ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી પેઢીઓ પર તપાસ હાથ ધરાઈ

Video : ગુજરાતના જુદા-જુદા શહેરમાં CID ક્રાઇમના દરોડા, ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી પેઢીઓ પર તપાસ હાથ ધરાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2024 | 12:09 PM

રાજ્યમાં CID ક્રાઈમ અને આવકવેરા વિભાગના દરોડા પાડ્યા છે. ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી પેઢીઓ પર CID ક્રાઇમે દરોડા પાડ્યાં છે. જ્યાંથી કરોડોની રોકડ મળી. તો કેટલીક પેઢીમાં શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે.

લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરુ થયાના બે દિવસ બાદ જ રાજ્યમાં આવેલી આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડા પડ્યા છે. ગુજરાતના જુદા – જુદા શહેરોમાં મોડી રાત્રે CID ક્રાઈમના દરોડા પડ્યા. CID ક્રાઈમે અમદાવાદ અને સુરતની 11 પેઢીમાં તપાસ હાથ ધરી છે. જેમાં રોકડ, વિદેશી નાણું અને સોના સહિત 15 કરોડથી વધુ રકમ મળી આવી છે. શંકાસ્પદ વ્યવહારો અને ખાતેદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા પાયે રોકડ રકમ મળતા CID ક્રાઇમ દ્વારા ઇન્કમટેક્સને જાણ કરાઈ છે.

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા

બીજી તરફ સુરતમાં પણ આવકવેરા વિભાગની દરોડા યથાવત છે. આવકવેરા વિભાગે એશ્વર્યા ડાઈંગ, એસએન ટ્રેડલિંક, આદર્શ કોલ સહિત 4 કંપનીમાં દરોડા પાડ્યા છે. ડાઈંગ મિલના માલિક રમેશ ડુમસિયાના પાર્લે પોઈન્ટના ઘરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 100થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે.5000 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">