ભક્તોએ જાણવુ જરૂરી : ભાદરવી પૂનમને લઈ શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર
પૂનમના (Ambaji poonam fair) દિવસે સવારે એક કલાક મંદિર વહેલું ખોલવામાં આવશે. સવારે 5 વાગ્યે ભક્તો માટે શામળાજી મંદિર ખુલશે.
અરવલ્લીના (Aravalli)શામળાજી મંદિરમાં (Shamlaji Temple) ભાદરવી પૂનમને લઈ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂનમના (Ambaji poonam fair) દિવસે સવારે એક કલાક મંદિર વહેલું ખોલવામાં આવશે. સવારે 5 વાગ્યે ભક્તો માટે શામળાજી મંદિર ખુલશે. 5:45 કલાકે મંગળા આરતી જયારે રાજભોગ ધરાવીને 11:30 કલાકે મંદિર બંધ થશે. શામળાજી મંદિરમાં 7:15 કલાકે સંધ્યા આરતી થશે. અને રાત્રે રાત્રે 8:30 કલાકે મંદિર બંધ થશે.
ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) મંદિર ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા સુચારુ રીતે તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અલગ અલગ 28 સમિતિઓ સુચારુ વ્યવસ્થા કરશે.
જેમાં વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા પર નજર કરીએ તો 5 વિશાળ ડોમ જ્યાં આરામની વ્યવસ્થા, 3 જગ્યાએ ભોજનની વ્યવસ્થા, દિવ્યાંગ અને સિનિયર સિટિઝન માટે વિશિષ્ઠ વ્યવસ્થા, સ્વચ્છતા માટે 700થી વધુ સફાઈકર્મીઓ, સીસીટીવીથી સર્વેલન્સ થકી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી ખાતે કરવામાં આવેલ સુવિધાઓ જોઈને દર્શનાર્થીઓ પ્રશંસા કરી રહ્યા છે. દૂબઈથી માં અંબાના દર્શનાર્થે આવેલ અસ્મિતાબેન સોની મંદિરે દર્શન કર્યા બાદ જણાવે છે કે ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.