Chhota Udepur : પાવીજેતપુરના શિહોદમાં ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના બે ટુકડા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના બે ટુકડા થયા હોવાની ઘટના સામે આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના બે ટુકડા થયા હોવાની ઘટના સામે આવી છે. ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા છે.
સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો.નેશનલ હાઇવે-56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા હતા.નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન પણ ધોવાયો હતા.કલેક્ટર અને પોલીસ અધીક્ષકે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તંત્રએ લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપી છે.
પોરબંદરના મેળામાં હાલાકી
બીજી તરફ રાજકોટ બાદ પોરબંદરના મેળામાં હાલાકી જોવા મળી રહી છે. લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મુશ્કેલી ઊભી થઇ છે. નાના ધંધાર્થીઓએ પાલિકાના સ્ટોલમાં આશ્રયસ્થાન લીધું છે. ભારે પવન અને વરસાદના કારણે પાણી ભરાવાનું શરૂ થયુ છે. હાલ લોકમેળાની મોટાભાગની રાઈડ ઉતારવામાં આવી છે.