AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વધતી ગરમી, ઘટતું મતદાન! ગુજરાતના મહાનગરોમાં 43 ડિગ્રી ગરમી વચ્ચે મતદાનની ટકાવારીમાં ઘટાડો

ગુજરાતમાં આજે યોજાઈ રહેલા મતદાન પર આકરી ગરમીની માઠી અસર જોવા મળી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રી સુધી પહોંચતા બપોરના સમયે મતદાન મથકો ખાલીખમ જોવા મળ્યા હતા.

Breaking News: વધતી ગરમી, ઘટતું મતદાન! ગુજરાતના મહાનગરોમાં 43 ડિગ્રી ગરમી વચ્ચે મતદાનની ટકાવારીમાં ઘટાડો
Image Credit source: Tv9Gujarati
| Updated on: Apr 26, 2026 | 3:30 PM
Share

ગુજરાતમાં આજે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, પરંતુ કુદરતનો પ્રકોપ મતદાન પર હાવી થતો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલા ઉત્સાહજનક મતદાન બાદ જેમ-જેમ સૂર્ય માથે આવ્યો, તેમ-તેમ મતદાન મથકો પર મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ગરમીએ રેકોર્ડ તોડતા મતદાનની ગતિ મંદ પડી ગઈ છે.

શહેરોમાં ગરમી અને મતદાનના આંકડા:

શહેર તાપમાન મતદાનની ટકાવારી (%)
અમદાવાદ 43 ડિગ્રી 17.12
રાજકોટ 41 ડિગ્રી 18.30
વડોદરા 43 ડિગ્રી 17.85
સુરત 41 ડિગ્રી 24.21
બનાસકાંઠા 42 ડિગ્રી 30.25

સૂર્યપ્રકોપે શહેરી મતદારોને ઘરમાં રાખ્યા

અમદાવાદ અને વડોદરામાં પારો 43 ડિગ્રી સુધી પહોંચતા આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટમાં પણ 41 ડિગ્રી તાપમાનના કારણે બપોરના સમયે રસ્તાઓ અને મતદાન મથકો પર સન્નાટો જોવા મળ્યો હતો. સુરતમાં દરિયાકાંઠાના કારણે ભેજવાળી ગરમીએ લોકોને પરેશાન કર્યા છે. કાળઝાળ ગરમી અને લૂના કારણે લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે, જેની સીધી અસર મતદાનની ટકાવારી પર પડી રહી છે.

રાજ્યના અન્ય વિસ્તારોની સ્થિતિ

કચ્છ અને સુરેન્દ્રનગર: રણકાંઠાના વિસ્તારો અને ઝાલાવાડમાં પારો 44 ડિગ્રીને પાર જવાની શક્યતા છે, જેને પગલે ત્યાં પણ ગરમીનું મોજું ફરી વળ્યું છે.

મહેસાણા અને આણંદ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ લૂ ફેંકાતા પારો 42 થી 43 ડિગ્રીની વચ્ચે તપી રહ્યો છે.

જામનગર અને ભાવનગર: આ વિસ્તારોમાં શુષ્ક હવામાન અને ગરમ પવનોને કારણે બફારાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

તંત્રની મેગા તૈયારીઓ:

અમદાવાદ કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર તમામ પડકારો ઝીલવા સજ્જ છે. આ સાથે જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ આવી જ કંઈક તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં પીવાના પાણીના કેમ્પર, ORS અને ગ્લુકોઝ જેવી જીવનજરૂરી સેવાઓની સુવિધા પૂરી પાડવામાં આવશે. સાથે પોતાના કાર્યકરોને મતદાન અંગે સૂચના આપી છે. મતદાતાઓ ઓછી ગરમીમાં સવારે જ મતદાન કરી લે તેવી અપીલ કરાઈ છે. મતદાન કેન્દ્રો બહાર કાપડના શેડ લગાવી અલાયદી વ્યવસ્થા કરાઈ છે. કેન્દ્ર પર શેડની વ્યવસ્થા ના હોય ત્યાં ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સાંજ સુધી ગરમીનું જોર યથાવત રહી શકે છે. જોકે, તંત્રને આશા છે કે તાપમાન ઘટતા સાંજના સમયે ફરી એકવાર મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડશે.

ચૂંટણી દરમિયાન કેવું રહેશે હવામાન? ચાલો જુઓ તંત્ર ની તૈયારીઓ, મતદારો માટે બૂથ પર કરાઈ ખાસ વ્યવસ્થા

Follow Us
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
g clip-path="url(#clip0_868_265)">