AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Braking News: VNSGUમાં પરીક્ષામાં બની હાઈટેક ચોરીની ઘટના, પેપરનો ફોટો પાડી AI ટૂલમાં નાખી જવાબ લખતા પકડાયા વિદ્યાર્થી

સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) હાઈટેક ચોરીની ઘટના સામે આવી છે. પરીક્ષા દરમિયાન પેપરનો ફોટો પાડી AI ટૂલમાં નાખી જવાબ લખતા વિદ્યાર્થીઓ પકડાયા છે.

Braking News: VNSGUમાં પરીક્ષામાં બની હાઈટેક ચોરીની ઘટના, પેપરનો ફોટો પાડી AI ટૂલમાં નાખી જવાબ લખતા પકડાયા વિદ્યાર્થી
SURAT MBBS STUDENTImage Credit source: Whisk
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2026 | 1:16 PM
Share

સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) હાઈટેક ચોરીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, MBBSના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 6 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન AI ટેકનોલોજીનો દુરુપયોગ કરતા પકડાયા છે. વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રનો ફોટો પાડીને ChatGpt AI ટૂલમાં અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ચકાસણી દરમિયાન ઝડપાયા

ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ચકાસણી દરમિયાન શંકાસ્પદ હલચલ જણાતા વિદ્યાર્થીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન તેમના મોબાઇલ ફોનમાં પ્રશ્નપત્રના ફોટાઓ અને AI આધારિત ટૂલ મળી આવ્યા. આથી સ્પષ્ટ થયું કે તેઓ ગેરરીતિથી પરીક્ષા આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ સ્ક્વોડે તમામ 6 વિદ્યાર્થીઓને રંગેહાથ ઝડપી પાડ્યા.

વિદ્યાર્થીઓ પર કાર્યવાહી

યુનિવર્સિટીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી ત્યારબાદ તમામ 6 વિદ્યાર્થીઓની તે વિષયની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. સાથે જ દરેક વિદ્યાર્થી ઉપર 10000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ, આવી ગેરરીતિને રોકવા માટે યુનિવર્સિટી વધુ કડક પગલાં લેશે. આ ઘટનાને લઈને યુનિવર્સિટી દ્વારા સંબંધિત વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર કડક નિયંત્રણ

મળેલી માહિતી મુજબ, આ પ્રકારની ચોરી શૈક્ષણિક પ્રણાલી માટે ગંભીર છે. તેથી ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર વધુ કડક નિયંત્રણ મૂકવામાં આવશે અને આવી ઘટના ના થાય એ માટે કડક પગલા લેવામાં આવશે. પરીક્ષા વધુ પારદર્શક બનાવવા માટે નવી માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવશે.

ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ

ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ માનવ જીવનને સરળ બનાવી શકે છે. યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વિકાસનું શક્તિશાળી સાધન છે. શૈક્ષણિક ક્ષેત્રમાં ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેનો દુરુપયોગ થાય ત્યારે કડક કાર્યવાહી કરવી પણ જરૂરી બને છે.

આપણ વાચોં: OTP Fraud: OTP ફ્રોડ શું છે અને તેની સામે કેવી રીતે બચવું? જાણો 5 સરળ રીત

Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
g clip-path="url(#clip0_868_265)">