Breaking News : અમદાવાદમાં મેદાન ન ધરાવતી શાળાઓ સામે થશે તવાઇ, DEO દ્વારા શાળાઓની વિગતો મગાવાઇ, જૂઓ Video

Breaking News : અમદાવાદમાં મેદાન ન ધરાવતી શાળાઓ સામે થશે તવાઇ, DEO દ્વારા શાળાઓની વિગતો મગાવાઇ, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 11:26 AM

શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે મોટુ મેદાન (Ground) હોવું ફરજીયાત છે. જો કે અમદાવાદમાં ઘણી બધી શાળાઓ એવી છે કે કોઇ નિયમોને અનુસર્યા વગર ખોલી દેવાઇ છે. ત્યારે અમદાવાદમાં મેદાન વગરની શાળાઓ સામે હવે પગલાં લેવામાં આવશે તેવી માહિતી મળી છે.

Ahmedabad : સરકાર દ્વારા શિક્ષણ (Education) સ્તર વધારવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે. જો કે બીજી તરફ શાળાઓ (School) નિયમોનો ઉલ્લંઘન કરતી જોવા મળી રહી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે મોટુ મેદાન (Ground) હોવું ફરજીયાત છે. જો કે અમદાવાદમાં ઘણી બધી શાળાઓ એવી છે કે કોઇ નિયમોને અનુસર્યા વગર ખોલી દેવાઇ છે. ત્યારે અમદાવાદમાં મેદાન વગરની શાળાઓ સામે હવે પગલાં લેવામાં આવશે તેવી માહિતી મળી છે.

આ પણ વાંચો-Ahmedabad : કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસશિપ ડ્રાઈવ યોજાઇ, 7 કંપનીઓ દ્વારા 90 જેટલી જગ્યાઓ માટે એપ્રેંટિસ આપવામાં આવી

અમદાવાદ DEO દ્વારા તમામ શાળાઓની વિગતો માગવામાં આવી છે. શાળાઓ પાસે મેદાન છે કે નહીં અને વૈકલ્પિક વ્યવસ્થા છે કે નહીં તેની વિગતો માગવામાં આવી છે. શાળાઓમાં નિયમ પ્રમાણે મેદાન વગરની શાળાઓએ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. અનેક શાળાઓ દ્વારા મેદાનની વ્યવસ્થા ન કરાતા સ્પોર્ટ્સ એક્ટિવીટી થઈ શકતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓનો વિકાસ અટકે છે. ત્યારે હવે જલ્દી જ આ શાળાઓમાંથી મેદાન ન ધરાવતી શાળાઓ પર કાર્યવાહી થઇ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 12, 2023 11:24 AM
g clip-path="url(#clip0_868_265)">