AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સ્થાનિક સ્તરે સરકારી સેવાઓ આપવામાં અમદાવાદ જિલ્લાની સૌથી શ્રેષ્ઠ કામગીરી, 10.53 લાખ ઈ-શ્રમ કાર્ડ તેમજ 17.44 લાખ લાભાર્થીઓને PMJAY-મા કાર્ડ અપાયા

ઇ-શ્રમ કાર્ડને લઇને રાજ્યભરમાં અમદાવાદ જિલ્લા દ્વારા સૌથી શ્રેષ્ઠ કામગીરી કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં ઈ-શ્રમ યોજનાની વાત કરીએ તો તેની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 10.53 લાખ ઈ-શ્રમ કાર્ડ અપાયા છે.

Ahmedabad : સ્થાનિક સ્તરે સરકારી સેવાઓ આપવામાં અમદાવાદ જિલ્લાની સૌથી શ્રેષ્ઠ કામગીરી, 10.53 લાખ ઈ-શ્રમ કાર્ડ તેમજ 17.44 લાખ લાભાર્થીઓને PMJAY-મા કાર્ડ અપાયા
government services
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 12, 2023 | 7:48 AM
Share

Ahmedabad : ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજને લગતી ઓનલાઇન (Online) સુવિધાઓ ગામમાં મળી રહે તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરવાના હેતુથી રાજ્યમાં “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં 14 હજારથી વધુ ઇ-ગ્રામ સેન્ટરમાં 16 હજારથી વધુ વી.સી.ઇ કાર્યરત છે. તો રાજ્યમાં 1000 જેટલા અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર બનાવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લામાં કુલ 36 અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર છે

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં 465 વી.સી.ઈ. હાલમાં 468 જેટલી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવે છે. અમદાવાદ જિલ્લામાં કુલ 36 અદ્યતન સુવિધાયુક્ત સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ઈ-ગ્રામ પોર્ટલ પર B2C સેવાઓ અંતર્ગત વર્ષ 2022-23માં રૂ.1.78 કરોડના ડિજીટલ વ્યવહાર થયા છે. ઇ-ગ્રામ સેન્ટર થકી તાલુકા મથકે ગયા વિના ગામમાં જ સરકારી સેવાઓ લોકોને આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો  Ahmedabad: ધોળકામાં વિધર્મી યુવકે એકલતાનો લાભ લઈ કિશોરી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે ફરિયાદને આધારે નરાધમની કરી ધરપકડ

આ યોજના હેઠળ ગ્રામીણ યુવાનોને રોજગારીની મળી રહે તે હેતુથી આ યોજનાનું સેન્ટર PPP ધોરણે સ્થાપવામાં આવે છે તેમજ અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓની સંખ્યા મુજબ VCEને પ્રોત્સાહક રકમ અપાય છે. આ સેન્ટર સ્થાપવા માટે જે તે ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવે છે. ઇ-ગ્રામ સેન્ટર થકી નાગરિકો અને સરકાર વચ્ચેની સેવાઓ પુરી પાડવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્થાપના

સરકાર દ્વારા તમામ વિભાગો અને નિગમો સાથે સંકલન કરીને ઇ-ગ્રામ સેન્ટરો ખાતે તમામ સુવિધાઓ પુરી પાડવા અને યોજનાના અમલીકરણ માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રેશનકાર્ડને લગતી સુવિધાઓ, ભાડૂઆતની નોંધણી અંગેની સુવિધા, પોલીસ ચકાસણી પ્રમાણપત્ર, હકપત્ર ગામ નમુના નં.6 અને ગામ નમુના નં. 7, 8 મેળવવા માટેની અરજી સહિતની સુવિધાઓ આપવામાં આવે છે.

અમદાવાદ જિલ્લામાં 17.44 લાખ PMJAY-મા કાર્ડ, 10.53 લાખ ઈ-શ્રમ કાર્ડ અપાયા

અમદાવાદ જિલ્લામાં 17.45 લાખ લાભાર્થીઓમાંથી 17.44 લાખ લાભાર્થીઓને PMJAY-મા કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. ઇ-શ્રમ કાર્ડને લઇને રાજ્યભરમાં અમદાવાદ જિલ્લા દ્વારા સૌથી શ્રેષ્ઠ કામગીરી કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં ઈ-શ્રમ યોજનાની વાત કરીએ તો તેની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 10.53 લાખ ઈ-શ્રમ કાર્ડ અપાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">