અમદાવાદમાં જાહેરમાં થુંકનારાની હવે ખેર નથી! 500 રુપિયા સુધીનો દંડ ભરવા રહેજો તૈયાર
અમદાવાદમાં રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જાહેરમાં થુંકનારા આવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. ગંદકી ફેલાવતા લોકોને CCTVની મદદથી પકડવામાં આવશે. જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ CCTVની મદદ લેવાશે.
અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે.જો કે જનતા વારંવાર તેની અવગણના કરતી જોવા મળે છે,અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જોવા મળે છે, આવા લોકો સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. જાહેરમાં પાનની પીચકારી મારનારની હવે ખેર નથી.
અમદાવાદમાં રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા જાહેરમાં થુંકનારા આવા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. ગંદકી ફેલાવતા લોકોને CCTVની મદદથી પકડવામાં આવશે. જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ CCTVની મદદ લેવાશે. વાહન પર જતાં થૂંકનારને રૂપિયા 50 થી 500નો દંડ વસુલવામાં આવશે. જો કોઇ વ્યક્તિ CCTVથી પકડાય તો ઈ-મેમોથી નોટિસ ઘરે મોકલાશે. ઈ-મેમો દ્વારા રૂપિયા 200નો દંડ વસૂલવામાં આવશે.
આ પણ વાંચો- Gujarat Budget 2024 : બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની કરી જાહેરાત
ચાલતાં-ચાલતાં થૂંકનાર વ્યક્તિ ઝડપાય તો રૂપિયા 50 થી 100નો દંડ વસુલવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટીમ રોડ પર વોચ સતત રાખશે.શહેરમાં સ્વચ્છતા જાળવવા કડક ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.