મોડાસાની ચાંદટેકરીમાં વીજ ક્નેક્શન કાપવા ગયેલા UGVCL કર્મચારી પર હુમલો કરાયો, જુઓ
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ચાંદ ટેકરી વિસ્તારમાં ફરી એકવાર ઘર્ષણ સામે આવ્યુ છે. જ્યાં ફરી એકવાર સરકારી કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. વીજળીના બાકી બીલને લઈ વીજ ક્નેક્શન કાપવા માટે પહોંચેલા વીજ કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. કર્મચારીના હાથમાં રહેલ વીજ બિલની બુક પણ ફાડી નાંખી હતી.
મોડાસા શહેરમાં આવેલ ચાંદ ટેકરી વિસ્તારમાં ફરી એકવાર ઘર્ષણનો મામલો નોંધાયો છે. સરકારી કર્મચારીઓ પર આ વિસ્તારમાં અગાઉ પણ હુમલા થયાની ઘટના નોંધાઇ છે. ત્યાં ફરી એકવાર હવે કર્મચારી પર હુમલાની ઘટના નોંધાઇ છે. ચાંદ ટેકરી વિસ્તારમાં ગ્રાહકનું વીજ બિલ બાકી હોવાને લઈ વીજ કર્મી ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન વીજ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સાબરડેરીની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો, 15 બેઠક બિનહરીફ, BJP તરફી ઉમેદવારો વિજયી
બાકી વીજ બિલને લઈ ક્નેક્શન કાપવા માટે કર્મચારી પહોંચતા તેની પર હુમલો કરીને મૂઢ માર માર્યો હતો. તેના હાથમાં રહેલી વીજ બિલ બુકને પણ ફાડી નાંખી હતી. UGCVL ના કર્મચારી પર હુમલાની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. જ્યારે હુમલામાં ઘાયલ થયેલ કર્મચારીને મોડાસાની સાર્વજનીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos