Banaskantha: દાંડીવાડા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ, દરવાજા ખોલાતા નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ
બનાસકાંઠાના દાંડીવાડા ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામા આવ્યું છે. દાંતીવાડા ડેમમાંથી બે દરવાજા ખોલીને બનાસ નદીમા 15 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.
Banaskantha: બનાસકાંઠાના દાંડીવાડા ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામા આવ્યું છે. દાંતીવાડા ડેમમાંથી બે દરવાજા ખોલીને બનાસ નદીમા 15 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. લોકોએ પાણીના વધામણા કર્યા હતા. બીજી તરફ નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. કાંકરેજના 33 ગામોને એલર્ટ કરાયા છે. મહત્વનું છે કે, ઉપરવાસ અને બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદને લઈને જિલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા છે.
જિલ્લાની જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ પાંચ વર્ષ બાદ છલોછલ ભરાયો છે. હાલ બનાસ નદી, સરસ્વતી નદી અને બાલારામ નદી બે કાંઠે વહી રહી છે. તો બીજીતરફ ડેમની ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે. કારણ કે, વર્ષ 2017માં પૂર આવ્યું ત્યારે આ ડેમ છલોછલ ભરાયો હતો. જે બાદ આ વખતે ડેમ ભરાઈ જતાં ખેડૂતો હરખાયા છે. ડેમનો અદભૂત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે.