આશાબહેન બન્યા મહિલાઓ માટે પ્રેરણા, “ડ્રોન દીદી” બની લાખોની કરી રહ્યા છે કમાણી, જુઓ-Video
આશા બહેન એક ડ્રોન દીદી છે તેમણે તેની માટે ટ્રેનિંગ પણ લીધી છે અને હાલ તે આસપાસના ગામના વિસ્તારોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આવક મેળવી રહ્યાં છે
ગુજરાતના ગામડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. એટલે જ ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશા ચૌધરી પશુપાલન અને ખેતીવાડી દ્વારા આ સિવાય તેઓ ડ્રોન ઉડાવવાની કામગીરી કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આશા બહેન એક ડ્રોન દીદી છે તેમણે તેની માટે ટ્રેનિંગ પણ લીધી છે અને હાલ તે આસપાસના ગામના વિસ્તારોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આવક મેળવી રહ્યાં છે
મિકેનિકલ એન્જિનિયરમાંથી બન્યા ડ્રોન દીદી
ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશા ચૌધરી જેમણે મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓને ડ્રોન દીદી કાર્યક્રમ અંગેની માહિતી મળી હતી જે બાદ તેઓએ 2023માં તેઓ પૂણેમાં 15 દિવસની તાલીમ લેવા ગયા જોકે તે પહેલા ઇફ્કોમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું.
પૂણેમાં લીધી ટ્રેનિંગ
આ માટે તેમણે પૂણેમાં તાલીમ લીધી હતી તે બાદ આ ડ્રોન દીદી બનાસકાંઠામાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું અને અત્યારે એટલું કામ મળી રહે છે કે તેમને સમય જ નથી રહેતો. ડ્રોનને ફિલ્ડમાં લઇ જવા ઇ વ્હિકલ અને વીજળી માટે જનરેટર સેટનો પણ તેઓ ઉપયોગ કરે છે.
ડ્રોનની મદદથી દવા છંટકાવની કરે છે કામગીરી
આશાબેનને મીડિયમ સાઇઝનું ડ્રોન, તેને ફિલ્ડમાં લઇ જવા માટે ઇ વ્હિકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વિજળીનો સપ્લાય ન મળી રહે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવ્યો છે. આશાબેન એરંડા, મગફળી, પપૈયા, બાજરી અને વરિયાળી સહિતના પાકોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ચૂક્યા છે. સાત મિનિટમાં એક એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ કરવામાં આવે છે. ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમય અને પૈસા બંન્નેની બચત થાય છે. તેમાં દવા અને પાણી બન્નેનું પ્રમાણ ઓછું રહે છે, પણ છંટકાવ યોગ્ય રીત કરવામાં આવે છે.