રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની વધુ એક આગાહી, ફરી ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ- Video

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં 8 થી 11 જૂલાઈ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2024 | 6:34 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં ફરી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 8 થી 11 જૂલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

 રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે અષાઢ સુદ ચોથ પાંચમથી વરસાદની માત્રા વધશે અને વરસાદ પડવાની શક્યતા છે. આગામી તારીખ 9,10 અને 11ના વરસાદ પડી ગયા બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે. હાલ સુધી સિસ્ટમ સક્રિય નહીં થવાનુ કારમ નબળા એમજીઓને અંબાલાલે ગણાવ્યુ છે. તેમના જણાવ્યા મુજબ ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. જેની અસરના ભાગરૂપે જ્યારે 17 થી 24 જૂલાઈ વચ્ચે ફરીથી વરસાદ પડવાની શક્યતા છે.

Input Credit- Ronak Varma- Ahmedabad

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">