AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇડર સિવિલમાં તબિબે શરમ નેવે મૂકી! 5 નર્સો સાથે અભદ્ર વર્તન કર્યાના આક્ષેપ

ઇડર સિવિલમાં તબિબે શરમ નેવે મૂકી! 5 નર્સો સાથે અભદ્ર વર્તન કર્યાના આક્ષેપ

| Updated on: Feb 06, 2024 | 8:20 PM
Share

ઇડરમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં તબિબે નર્સોને ધમકાવીને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે આરોગ્ય નિયામકને ફરિયાદ કરી છે અને તપાસની માંગ કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ રજૂઆત કરી છે. આક્ષેપો અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ઉપરથી સૂચના મુજબ કાર્યવાહી કરાશે એમ કહ્યુ છે.

ઇડરની સિવિલ હોસ્પિટલમાં ડો અંકિત પટેલે નર્સોને ધમકાવી હોવાને લઈ આક્ષેપો કર્યા છે. પાંચ નર્સે આ મામલે લેખિત ફરિયાદ કરીને આક્ષેપ કર્યા છે. તેઓએ આક્ષેપ કર્યા છે કે, ડો અંકિત પટેલે તેમને અભદ્ર વર્તન કર્યુ હતુ અને જાહેરમાં જ અન્યની હાજરીમાં ગંદુ વર્તન કરતા મહિલા નર્સોએ ડોક્ટરના વ્યવહારને લઈ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: ‘ગિફ્ટ સિટી’ની જેમ છૂટ મળી હોય એવો દારુનો ‘બાર’ ઝડપાયો! સાબરકાંઠામાં SMCનો દરોડો

ઓપરેશન થિયેટરને લઈ એનેસ્થેશિયા તબિબે તેમને અભદ્ર ઇશારાઓ કરીને ગંદુ વર્તન કર્યુ હતુ. તબિબે મહિલાઓ શરમજનક સ્થિતિમાં મુકાય એવી રીતે ઈશારાઓ કરવાને લઈ સિવિલમાં હોબાળો મચી ગયો હતો. હવે મામલે લેખિતમાં નર્સોએ લેખિત ફરિયાદ વિભાગીય નાયબ નિયામક ગાંધીનગરને કરી છે. તબીબ સામે તપાસ કરીને પગલા ભરવાની જેમાં માંગ કરી છે. આ અંગે ઇડર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ જાડાવાલાએ કહ્યુ હતુ કે, આ અંગે ફરિયાદ મળી છે. વિભાગને જાણ કરવામાં આવી છે. નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 06, 2024 08:18 PM
g clip-path="url(#clip0_868_265)">