‘ગિફ્ટ સિટી’ની જેમ છૂટ મળી હોય એવો દારુનો ‘બાર’ ઝડપાયો! સાબરકાંઠામાં SMCનો દરોડો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી દારુની હેરાફેરી થવાના કિસ્સા સામાન્ય બની ચૂક્યા છે. સ્થાનિક પોલીસ અને રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા આ અંગે અવારનવાર વાહનો ઝડપવામાં આવતા હોય છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં ખુલ્લામાં જ દારુનો બાર ચલાવતો હોય એવી સ્થિતિ ઝડપાઈ આવી છે. અહીં ટેબલો નહીં પરંતુ પાથરણાંઓ પાથરીને મહેફીલ જમાવવામાં આવતી હતી.

'ગિફ્ટ સિટી'ની જેમ છૂટ મળી હોય એવો દારુનો 'બાર' ઝડપાયો! સાબરકાંઠામાં SMCનો દરોડો
દારુનો 'બાર' ઝડપાયો!
Follow Us:
| Updated on: Feb 05, 2024 | 6:51 PM

સાબરકાંઠામાંથી દારુની હેરાફેરી રાજ્યભરમાં જાણીતી છે. માટે જ સ્થાનિક પોલીસ અને રાજ્યની એજન્સીઓ આ વિસ્તારમાં સતત સતર્ક રહીને હેરાફેરી કરનારાઓને ઝડપી લઇ કાર્યવાહી કરે છે. જોકે આ દરમિયાન સાબરકાંઠામાં એક સ્થળે ગિફ્ટ સિટી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. એટલે કે જાણે અહીં દારુની છૂટ અપાઇ ગઇ હોય એમ જ ખૂલ્લામાં બાર જેવો માહોલ બુટલેગરોએ ઉભો કર્યો હતો.

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડો પાડનારા અધિકારીઓ પણ આશ્ચર્ય અનુભવે એવો માહોલ અહીં જોવા મળ્યો હતો. પાથરણાંઓ પાથરીને બાર જેવો માહોલ સર્જવામાં આવ્યો હતો. જ્યાં બેસીને લોકો આરામથી મહેફિલની મજા માણી શકે.

બુટલેગરો સહિત ગ્રાહકો ઝપાયા

SMCએ તલોદના હરસોલમાં દરોડો પાડ્યો હતો. બાતમીનુસાર ગાંધીનગરની ટીમ અહીં પહોંચી હતી અને સ્થળ પર જોતા જ માહોલ આશ્ચર્ય સર્જનારો હતો. ખુલ્લામાં જાણે કે ગિફ્ટ સિટીની જેમ હરસોલના સ્મશાન વિસ્તારમાં પ્રોહિબીશનની છૂટ અપાઇ હોય એમ દારુની મજા માણવામાં આવી રહી હતી. અહીં દારુ બંધીની છૂટ હોય એમ જ દારુનો આનંદ માણનારા ગ્રાહકો એમની મસ્તીમાં હતા.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

દરોડો પાડનારી ટીમે ગ્રાહકો અને બે બુટલેગરો સહિત 9 શખ્શોને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી હતી. દારુની મોજ માણવા આવેલા ગ્રાહકો અને બુટલેગરોના વાહનોને પણ જપ્ત કરી લીધા હતા. આ ઉપરાંત ટીમે 326 નંગ દારુની બોટલ અને ટીન ઝડપી લીધો હતો. તો વળી 15700 રુપિયા જેટલો વકરો સહિતની રોકડને પણ જપ્ત કરીને 9 આરોપીઓને તલોદ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

QR સ્કેનરથી લેવાતી રકમ

અહીં જાણે કે રીતસરનો બાર શરુ કર્યો હોય એમ તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. અહીં આવનારા ગ્રાહકો પાસે રોકડા ના હોય તો પણ કોઇ ચિંતા નહોતી. ગ્રાહકો QR સ્કેનરથી દારુની મોજ માણવાનું બીલ લઇ શકતા હતા. આ ક્યૂઆર સ્કેનર પણ જપ્ત કરીને હવે તેની પણ વિગતોની તપાસ શરુ કરી છે, જેનાથી ગ્રાહકો અંગેની જાણકારી પણ સામે આવી શકે છે.

ઝડપાયેલ આરોપી

  1. નરેશસિંહ પ્રતાપસિંહ સોલંકી રહે.વસ્તાજીના મુવાડા, તા.તલોદ જિલ્લો સાબરકાંઠા (દારૂના ધંધાના મુખ્ય આરોપી અને લીસ્ટેડ બટલેગર)
  2. અજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે.સવાપુર, તા.તલોદ જિલ્લો સાબરકાંઠા (દારૂના ધંધામાં ભાગીદાર અને લીસ્ટેડ બટલેગર)
  3. કિરીટસિંહ સરદારસિંહ ઝાલા, રહે.સવાપુર, તા.તલોદ જિલ્લો સાબરકાંઠા,
  4. નરસિંહ વજેસિંહ સોલંકી, રહે.વસ્તાજીના મુવાડા, તા.તલોદ, જિલ્લો સાબરકાંઠા,
  5. જયદિપસિંહ ઉમેદસિંહ ઝાલા, રહે.મગુણા, તા. જિલ્લો મહેસાણા
  6. અજીતસિંહ મહોમદમીયા પરમાર, રહે. હરસોલ કસ્બા, તા.તલોદ, જિલ્લો સાબરકાંઠા
  7. ઝહીર મોહમ્મદમીયા શેખ, રહે.મુસ્લિમ ફળી, તાજપુર કેમ્પ, તા.તલોદ, જિલ્લો સાબરકાંઠા
  8. ખોડસિંહ દિપસિંહ સોલંકી, રહે.સુલતાનપુર, તા.તલોદ, જિલ્લો સાબરકાંઠા
  9. મનુસિંહ કેશરીસિંહ ઝાલા, રહે.રખિયાલ, તા.દહેગામ, જિલ્લો ગાંધીનગર

વોન્ટેડ આરોપી

  1. ધવલ સુમંતભાઈ જયસ્વાલ રહે. હિમતનગર જિલ્લો સાબરકાંઠા (દારૂ સપ્લાય કરનારનો આરોપી)

g clip-path="url(#clip0_868_265)">