ભાવનગર શહેરમાં કમોસમી વરસાદ વરસતા કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ભાવનગર શહેરમાં કમોસમી વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. પરંતુ હાલ કેરીનો ફાલ આવવાની તૈયારી છે જેના કારણે કેરીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે.
ભાવનગરમાં શહેરમાં અચાનક કમોસમી વરસાદથી ભારે ઉકળાટ અને બફારા વચ્ચે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે. જો કે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની જવાની ભીતિ છે. હાલ કેરીની સીઝન હોવાથી કેરીના પાકને ભારે નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે કેરી સડી જવાની અને જીવાત આવી જવાની પણ ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
છેલ્લા બે-ત્રણ વર્ષથી હવામાનની પેટર્ન બદલાઈ હોવાથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. અચાનક આવી જતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને દરેક સિઝનમાં નુકસાનીનો માર પડી રહ્યો છે. ખેડૂતોને દરેક સીઝનમાં ભારે નુકસાની વેઠવી પડી રહી છે. હાલ કેરીના પાકમાં અનેક પ્રકારના રોગ આવવાની ભીતિ છે. જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવુ પડી શકે છે. આ તરફ ભારે પવનને કારણે આંબા પરથી અસંખ્ય કેરીઓ ખરી પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખરી પડેલી કેરીઓ પણ કંઈ કામની રહેતી નથી. દર વર્ષે સીઝન લેવા સમયે કુદરતી આફતને કારણે ખેડૂતો પાયમાલ બની રહ્યા છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
ટ્રમ્પે ફરી F વર્ડ અને B વર્ડનો ઉપયોગ કરી ઓળંગી ભાષાની મર્યાદા, અમેરિકી મીડિયાએ Unhinged Madman ગણાવી કાઢી ઝાટકણી
ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર બેંકમાં લૂંટ
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
