ગુજરાત હાઈકોર્ટે GPSCની કાઢી ઝાંટકણી, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સંબંધિત અધિકારીઓના વલણ પર અસંતોષ વ્યક્ત કરતાં તેમને કોર્ટ તિરસ્કાર (Contempt of Court)ની કાર્યવાહી કરવાની ચીમકી આપી. કોર્ટએ જણાવ્યું કે સરકારી અધિકારીઓની નકારાત્મક માનસિકતા અને બેદરકારીને કારણે ઉમેદવારોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગુજરાત હાઈકોર્ટે GPSC પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નની માન્યતા અંગે યોગ્ય અને સ્પષ્ટ જવાબ ન મળતાં નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટએ નોંધ્યું કે પરીક્ષા જેવી ગંભીર પ્રક્રિયામાં આવી અસ્પષ્ટતા સ્વીકાર્ય નથી. ઉમેદવારોના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલ મુદ્દા પર જવાબદારીપૂર્વક કામગીરી થવી જોઈએ પણ તેમ ન થતા ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની ચીમકી
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સંબંધિત અધિકારીઓના વલણ પર અસંતોષ વ્યક્ત કરતાં તેમને કોર્ટ તિરસ્કાર (Contempt of Court)ની કાર્યવાહી કરવાની ચીમકી આપી. કોર્ટએ જણાવ્યું કે સરકારી અધિકારીઓની નકારાત્મક માનસિકતા અને બેદરકારીને કારણે ઉમેદવારોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
એક માર્ક ભવિષ્ય બદલી શકે-HC
હાઈકોર્ટે નોંધ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક માર્ક પણ ઉમેદવારના સમગ્ર ભવિષ્યને અસર કરી શકે છે. પરીક્ષાનો હેતુ ઉમેદવારોના જ્ઞાન અને ક્ષમતા ચકાસવાનો છે, તેમને હેરાન કરવાનો નહીં. ઉમેદવારો દેશની સેવા માટે પોતાની જાતને સાબિત કરવા માટે મહેનત કરે છે, તેથી તેમની સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર થવો જરૂરી છે.
સુનાવણી ચાલુ, સરકાર તરફથી દલીલો રજૂ
હાલ આ મામલે સુનાવણી ચાલુ છે અને સરકારી વકીલ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી રહી છે. કોર્ટએ તમામ પાસાઓ ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય આપવાનો સંકેત આપ્યો છે. આ કેસ હવે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા અને જવાબદારી અંગે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
Breaking News: ઢોંસાના ખીરાથી થયેલ મોતના આક્ષેપ મામલે મોટો નિર્ણય, પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કઢાયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા

