AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: “આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે!” – ટ્રમ્પના આ નિવેદનથી દુનિયાભરમાં ફફડાટ, શું 47 વર્ષના શાસનનો અંત આવશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને એક અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે.

Breaking News: “આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે!” - ટ્રમ્પના આ નિવેદનથી દુનિયાભરમાં ફફડાટ, શું 47 વર્ષના શાસનનો અંત આવશે?
| Updated on: Apr 07, 2026 | 8:15 PM
Share

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને ફરી એકવાર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પે તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઈરાનમાં સત્તા પરિવર્તનના સંકેતો આપ્યા છે.

ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, “આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ શકે છે, જે ફરી ક્યારેય પાછી નહીં આવે.” તેમણે એમ પણ ઉમેર્યું કે, તેઓ આવું ઈચ્છતા નથી પરંતુ સંજોગો આવા બની રહ્યા હોય તેવું દેખાય છે.

પોતાના નિવેદનમાં ટ્રમ્પે ‘કમ્પ્લીટ અને ટોટલ રેજીમ ચેન્જ’ એટલે કે પૂર્ણ શાસન પરિવર્તનની વાત પણ કરી છે. તેમણે સંકેત આપ્યો કે, જો ઈરાનમાં નવું નેતૃત્વ આવે, જે વધુ સમજદાર અને ઓછું કટ્ટરપંથી હોય, તો ભવિષ્યમાં સકારાત્મક ફેરફારો શક્ય બની શકે છે.

ટ્રમ્પે કયો દાવો કર્યો?

ટ્રમ્પે આ ઘટનાને વિશ્વના ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંની એક ગણાવી અને કહ્યું કે, “આજે રાત્રે આપણને ખબર પડશે કે, આગળ શું થાય છે.” તેમણે દાવો કર્યો કે, 47 વર્ષથી ચાલી રહેલા “ભ્રષ્ટાચાર, ઉત્પીડન અને મૃત્યુ” ના યુગનો અંત આવી શકે છે.

આ પ્રકારના નિવેદનો પશ્ચિમ એશિયામાં પહેલેથી જ ચાલી રહેલા તણાવને વધુ વધારી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં જીઓ-પોલિટિકલ સ્થિતિ અત્યંત સંવેદનશીલ બનેલી છે અને કોઈ પણ મોટી ઘટનાની વૈશ્વિક અસર પડી શકે છે.

Breaking News: ઈરાન ધણધણી ઉઠ્યું ! અલ્બોર્ઝમાં એરસ્ટ્રાઈકથી 18ના મોત, તેહરાનમાં હથિયાર ડેપો તબાહ

Follow Us
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
g clip-path="url(#clip0_868_265)">