AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ

Breaking News : સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ

| Updated on: Apr 07, 2026 | 6:25 PM
Share

સાબરકાંઠા જિલ્લામાં અચાનક હવામાનમાં પલટા સાથે કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતો તેમજ ઈંટ ઉત્પાદકોમાં ચિંતા.

સાબરકાંઠા જિલ્લામાં અચાનક હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ અચાનક આવેલા વરસાદે લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ ઊભી કરી છે.

હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે.

મોતીપુરા, ગાંભોઈ અને રાયગઢ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને કાપણીના તબક્કે આવેલા પાક માટે આ વરસાદ નુકસાનકારક બની શકે છે.

આ સાથે ઈંટ ઉત્પાદકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે. વરસાદના કારણે ઈંટ સુકવવાની પ્રક્રિયા પર અસર પડી રહી છે, જેના કારણે ઉત્પાદન પર સીધી અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ હવામાનમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે. તેથી લોકોને સાવચેતી રાખવા અને જરૂરી તકેદારી લેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">