Amreli : શિયાળ બેટ જવા માટેની બોટ સેવા બંધ કરાઈ, ઇમર્જન્સીમાં જરૂર પડશે તો બોટથી અવરજવર કરાશે, જુઓ Video
અમરેલીના જાફરાબાદના (Jafrabad) દરિયામાં Cyclone Biparjoy ની અસર વર્તાઈ રહી છે. જેના પગલે શિયાળ બેટ જવા માટેની બોટ સેવા બંધ કરવામાં આવી છે.
અમરેલીના જાફરાબાદના(Jafrabad) દરિયામાં Cyclone Biparjoy ની અસર વર્તાઈ રહી છે. જેના પગલે શિયાળ બેટ જવા માટેની બોટ સેવા બંધ કરવામાં આવી છે. ભારે પવન દરિયામાં કરંટ વધતા બોટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો ઈમર્જન્સીમાં જરુરિયાત પડશે ત્યારે જ આ બોટ સેવા કરવામાં આવશે. શિયાળ બેટ ગામમાં જવા માટે એકમાત્ર વિકલ્પ બોટ જ છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો Happy Birthday Amrita Rao : ફિલ્મ વિવાહનું ફેમસ સોંગ દો અંજને અજનબીના શબ્દો ગુજરાતીમાં વાંચો
ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેમાં ઓખા, સલાયા, સિક્કા, બેડી, રોજી, પોરબંદર, નવલખી દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 2 નંબરનું સિગ્લન બદલીને હવે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ વાવાઝોડુ પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છ નલિયાથી 610 કિલોમીટર દૂર છે. તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાઇ તેવી શકયતા છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો