Amreli : દરિયામાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, ધારાસભ્ય હીરા સોલંકીએ યુવાનોને બચાવવા દરિયામાં મૂકી દોટ, જુઓ Video

અમરેલીમાં દરિયામાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબવાની ઘટના બની હતી. દરમિયામાં ભરતીની સ્થિતિમાં આ દુર્ઘટના સર્જાતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ યુવાનોને બચાવવા દરિયામાં દોટ મૂકી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 4:28 PM

Amreli: ભર ઉનાળે હર કોઈને દરિયામાં નહાવાની ઈચ્છા થતી હોય છે. મહત્વનુ છે કે ગરમીને કારણે ઉત્સાહભેર લોકો સ્વિમિંગ પૂલ કે દરિયામાં નહાવા પડતાં હોય છે.  દરિયામાં નહાવાનો આ ઉત્સાહ ક્યારેક લોકોનો જીવ પણ લઈ શકે છે. જેથી દરિયામાં ભારે કરંટવાળી સ્થિતિમાં નહાવા ન પડવું જોઇએ. આવી ઘટના અમરેલીમાં બની છે. રાજુલા પાસે દરિયામાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. દરિયામાં ભરતીની સ્થિતિમાં નહાવા પડેલા યુવાનો ડૂબ્યા હતા. આ દુર્ઘટના સર્જાતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ યુવાનોને બચાવવા દરિયામાં દોટ મૂકી હતી. આ સાથે જ તરવૈયાઓની ટીમ પણ યુવાનોને બચાવવ દરિયામાં પડી હતી.

આ પણ વાંચો : અમરેલીના દામનગર નજીક શ્વાનના ટોળાએ બાળક પર કર્યો હુમલો, ૩ વર્ષના બાળકનું મોત

અમરેલી ખાતે આ દરિયામાં ભારે કરંટ હતો જે સમયે યુવાનો નહાવા પડ્યા હતા. ચાર પૈકી 3 યુવાનોને તો બચાવી લેવાયા. જો કે, એકની શોધખોળ ચાલી રહી છે. બે કલાકની જહેમત બાદ યુવકનું માત્ર ટી-શર્ટ મળ્યું છે. ધારાસભ્ય ખૂદ યુવકની શોધમાં લાગ્યા છે. ધારાસભ્ય હીરા સોલંકી પોતે જીવના જોખમે દરિયામાં યુવાનોને શોધવા ડૂબકી લગાવતા જોવા મળ્યા હતા. અન્ય સ્થાનિ યુવાનો પણ તેમની સાથે બચાવ કામગીરીમાં જોડાયા હતા.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">