Amreli: રાજુલાથી સાવરકુંડલાને જોડતા માર્ગનું માવઠા બાદ મોટા પાયે ધોવાણ, ખાડાગ્રસ્ત રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ- Video
અમરેલીના રાજુલા થી સાવરકુંડલાને જોડતા માર્ગનું મોટાપાયે ધોવાણ થયુ છે. રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ખાડા પડ્યા છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અમરેલીના રાજુલામાં રસ્તા બિસ્માર થતાં વાહન ચાલકોએ ત્રાહિમામ પોકારી છે. રાજુલા સાવરકુંડલા માર્ગ પર ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય પથરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી સ્થાનિકોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા બનાવેલા રોડ છ મહિના પણ ટકતા નથી અને બિસમાર બને છે, રોડ પર એટલા ખાડા છે કે ક્યા વાહન ચલાવવુ તે સૂજ પડતી નથી, ખાડાને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે. નવા બનેલા પૂલમાંથી પણ પાણી ટપકી રહ્યુ હોવાનું આક્ષેપ સ્થાનિક કરી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કેદિવાળી પહેલા જ હિંડોરણાથી બાયપાસ રાજુલા-સાવરકુંડલા સુધી રસ્તાનું સમારકામ થયું હતું. કે કમોસમી વરસાદ પડતા ફરી રસ્તાઓનું ધોવાણ થયુ છે અને રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
બિસમાર રોડને કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે. જો સ્હેજ પણ ધ્યાન ન રાખે તો ગાડી ખાડામાં પલટી મારી જાય તેવી સ્થિતિ છે. ત્યારે અમરેલી, સાવરકુંડલા, બાઢડા, જાફરાબાદને જોડતો આ માર્ગનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
Input Credit- Jaydev Kathi- Amreli