AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ વચ્ચે અમિત શાહની સૂચક બેઠક, GST ઘટાડા અને સ્વદેશીનો મુદ્દે લોકો સુધી પહોંચાડવા સૂચન

રાજકોટ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ વચ્ચે આજે અમિત શાહે રાજકોટમાં નેતાઓ સાથે બેઠક કરી હતી. સર્કિટ હાઉસમાં મળેલી આ બેઠકમાં સાંસદો, સ્થાનિક હોદ્દેદારો અને ધારાસભ્યો સહિતના હાજર રહ્યા હતા. બેઠકમાં અમિત શાહે એક બની ભાજપને મજબૂત કરવાના સંકેત આપ્યા છે. તો GST ઘટાડા અને સ્વદેશી મુદ્દો લોકો સુધી પહોંચાડવા સૂચન કર્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2025 | 8:36 PM
Share

રાજકોટમાં આંતરીક જૂથવાદ વચ્ચે અમિત શાહે લીધા છે નેતાઓના ક્લાસ. સર્કિટ હાઉસમાં અમિત શાહે સ્થાનિક હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદ સાથે મહત્વની બેઠક યોજી. પક્ષમાં આંતરીક જૂથવાદ અને વધી રહેલા વિવાદો વચ્ચે યોજાયેલી આ બેઠક સૂચક માનવામાં આવી રહી છે. અમિત શાહે બેઠકમાં જૂના જોગીઓને યાદ કરીને સૂચક સંદેશો આપ્યાની વિગતો સામે આવી છે અને એક બનીને ભાજપને મજબૂત કરવા સંકેત આપ્યો છે.

અમિત શાહે GST ઘટાડાનો મુદ્દો લોકો સુધી પહોંચાડવા નેતાઓને સૂચના આપી અને GST ઘટાડાનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપ્યો છે. સાથે જ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા અમિત શાહે સૂચન કર્યું છે. જે અંગે ઘરે ઘરે જઇને સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ અંગે જાગૃતતા લાવવા સૂચના આપી છે..

મહત્વનું છે કે તાજેતરમાં રાજકોટ શહેર ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા લીલુબેન જાદવની નારાજગી સામે આવી હતી. લીલુબેન જાદવે કાવતરાપૂર્વક તેમની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યાનો આરોપ કર્યો હતો અને ભાવૂક થઈને રજૂઆત કરી હતી અને ભવિષ્યમાં વધુ ફોડ પાડવાની વાત કરી હતી.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ, DGCAને ફટકારી નોટિસ

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">