અમદાવાદ વીડિયો : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવશે અમદાવાદ, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં રહેશે હાજર
રવિવારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સૌથી મોટો મુકાબલો થવા જઇ રહ્યો છે. ત્યારે આ ફાઇનલ મેચ નિહાળવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે.આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય પ્રધાનો તેમજ દિગ્ગજ હસ્તીઓ પણ મેચનો રોમાંચ માણશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાત આવશે. રવિવારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સૌથી મોટો મુકાબલો થવા જઇ રહ્યો છે. ત્યારે આ ફાઇનલ મેચ નિહાળવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય પ્રધાનો તેમજ દિગ્ગજ હસ્તીઓ પણ મેચનો રોમાંચ માણશે.
ફાઇનલ મેચ માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બેનીઝ અને નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આથી ઓસ્ટ્રેલિયાના પીએમ તેમજ ડેપ્યુટી પીએમ પણ મેચમાં ઉપસ્થિત રહી શકે છે. જો કે હાલ બંને નેતાઓના કન્ફર્મેશનની રાહ જોવાઇ રહી છે. રાજકારણ ઉપરાંત ઉદ્યોગ જગત તેમજ મનોરંજન ક્ષેત્રની પણ અનેક ટોચની હસ્તીઓ મેચમાં હાજર રહી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો તેઓ 19 નવેમ્બરે બપોરે અમદાવાદ આવશે.નમો સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઇનલ નિહાળ્યા બાદ તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 20 નવેમ્બરના રોજ પીએમ મોદી ગાંધીનગરથી રાજસ્થાન જશે અને ત્યાં ચૂંટણી પ્રચાર કરી શકે છે.