રામાયણ અને મહાભારત બાદ હવે અમદાવાદમાં થશે રાજસૂય યજ્ઞ, મોદીના દીર્ઘાયુષ્ય માટે અપાશે આહુતિ- જુઓ Video
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે સમગ્ર દેશમાં તેની ઉજવણીના ભાગ રૂપે વિવિધ આયોજનો કરાયા છે. આ તમામની વચ્ચે, અમદાવાદ એક ઐતિહાસિક યજ્ઞનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, જે છેલ્લા 5 હજાર વર્ષથી ધરતી પર નથી થયો. આ આયોજન એટલે "રાજસૂય મહાયજ્ઞ".
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે સમગ્ર દેશમાં તેની ઉજવણીના ભાગ રૂપે વિવિધ આયોજનો કરાયા છે. આ તમામની વચ્ચે, અમદાવાદ એક ઐતિહાસિક યજ્ઞનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, જે છેલ્લા 5 હજાર વર્ષથી ધરતી પર નથી થયો. આ આયોજન એટલે “રાજસૂય મહાયજ્ઞ”.
અમદાવાદમાં ઐતિહાસિક રાજસૂય મહાયજ્ઞ
અમદાવાદમાં 26 ઓક્ટોબરથી રાજસૂય મહાયજ્ઞનો પ્રારંભ થશે, જે પૂરા દોઢ મહિના સુધી ચાલશે. ખાસ વાત એ છે કે દેશમાં પ્રથમવાર કિન્નર સમાજ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય, વિશ્વશાંતિ અને દેશની સમૃદ્ધિ છે. “એક આહુતિ મોદી કે નામ” સૂત્ર સાથે પ્રજા કલ્યાણનો ઉદ્દેશ પણ આ યજ્ઞ સાથે જોડાયેલો છે. આ મહાયજ્ઞ નિકોલ સ્થિત ખોડલધામ ખાતે યોજાશે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સંકલ્પ પૂજા કરીને આ યજ્ઞનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
યજ્ઞનો ઐતિહાસિક સંદર્ભ
ઋગ્વેદમાં પણ રાજસૂય મહાયજ્ઞનું વર્ણન જોવા મળે છે. રામાયણ કાળમાં ભગવાન શ્રીરામે અને મહાભારત કાળમાં ધર્મરાજ યુધિષ્ઠિરે આ યજ્ઞ કર્યો હતો, જે એક વર્ષ સુધી ચાલ્યો હતો. આ ઐતિહાસિક યજ્ઞ માટે લગભગ 12 એકર વિસ્તારમાં યજ્ઞશાળા ઊભી કરવામાં આવશે. જેમાં સ્ત્રીઓ, પુરુષો અને કિન્નર સમાજ દ્વારા આહુતિ આપવામાં આવશે. આ યજ્ઞ દ્વારા એક અનોખો ઇતિહાસ રચાઈ રહ્યો છે.
PM મોદીને કેટલા ભાઈ બહેનો છે, પરિવારમાં કોણ કોણ છે જુઓ અહી ક્લિક કરો
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
