Ahmedabad : અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ ફટકારી, BU પરવાનગી વિના ચાલી રહેલી હતી શાળા, જુઓ Video

Ahmedabad : અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ ફટકારી, BU પરવાનગી વિના ચાલી રહેલી હતી શાળા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2024 | 12:56 PM

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. શાળા ચલાવવા માટે કેટલીક ડિપાર્ટમેન્ટની મંજૂરી ફરજિયાત હોય છે. પરંતુ કેટલીક શાળાઓ તેની અવગણના કરી પોતાની મનમાની ચલાવતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે.

અમદાવાદ ઈન્ટરનેશન સ્કૂલ BU પરવાનગી વિના ચાલી રહેલી હોવાનું સામે આવતા જ તંત્ર હરકતમાં આવ્યુ છે. BU પરવાનગી મામલે શાળા સંચાલકોએ કચેરીને ગેરમાર્ગે દોર્યા હોવાની હકીકત સામે આવતાની સાથે જ શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય DEO કચેરીએ નોટિસ શાળા સંચાલકો પાસે આ અંગે ખુલાસો કરવા માટે આદેશ આપ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે અત્યાર સુધી કેમ ખબર ન પડી કે શાળા પાસે BU પરવાનગી છે કે નહીં ?

પેટલાદમાં પરવાનગી વગર બાળકોને કરાવ્યો પ્રવાસ !

બીજી તરફ આણંદના પેટલાદના પાડગોલ ગામની પ્રાથમિક શાળા દ્વારા બાળકોને મંજૂરી વગર જ પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા. એટલુ જ નહીં બાળકોને કડકડતી ઠંડીમાં આઈસરમાં પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. આઈસરમાં બાળકોને ખીચોખીચ ઊભા રાખી પ્રવાસે લઈ ગયા હતા. 123 બાળકોને આઈસરમાં ઉભા ઉભા વડતાલ, વિદ્યાનગરનો પ્રવાસ કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">