Indian Railway : ભારતીય રેલવે એ લીધો આ મોટો નિર્ણય, રિલ્સ બનાવવી મોંઘી પડશે, જવું પડશે પોલીસ સ્ટેશન
Indian Railway : ટ્રેન અને પાટા પર રીલ બનાવીને વાયરલ થતાં લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવા લોકો ન માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકે છે પરંતુ ટ્રેનના મુસાફરો માટે પણ ખતરો બની જાય છે.
ભારતીય રેલવે સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે બોર્ડે તેના તમામ ઝોનને સૂચનાઓ જાહેર કરીને કહ્યું છે કે જો રેલવેની સુરક્ષાને ખતરો હશે તો કેસ નોંધવામાં આવશે. એટલે કે જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં અથવા ટ્રેનના પાટા પર રીલ બનાવે છે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
ખરેખર, લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે ટ્રેન અને રેલવે ટ્રેક પર રીલ બનાવે છે. ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે રીલ બનાવતી વખતે લોકો ચાલતી ટ્રેનોથી ઘાયલ થયા છે. ખાસ કરીને યુવાનોમાં એવો ક્રેઝ છે કે તેઓ રેલવે ટ્રેક પર જઈને એક્શન રીલ્સ બનાવે છે અથવા અમુક પ્રયોગો કરે છે.
જેમ કે, ટ્રેનના પાટા પર કોઈ પથ્થર અથવા કોઈ વસ્તુ મૂકવાનો. આવી રીલ બનાવતા લોકો પોતાના તેમજ રેલવે મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે.
આવી સ્થિતિમાં રેલવે ટ્રેક પર રીલ બનાવવા અને દોડતી ટ્રેનોને લઈને સરકાર કડક વલણ અપનાવી રહી છે. જો આમ કરવામાં આવશે તો આરોપીઓ સામે કેસ નોંધવામાં આવશે. રેલવે બોર્ડે આ મામલે તેના તમામ ઝોનને સૂચના આપી છે કે જો રીલ નિર્માતાઓ સુરક્ષિત રેલવે કામગીરી માટે ખતરો ઉભો કરે છે અથવા કોચ અથવા રેલવે પરિસરમાં મુસાફરોને અસુવિધા પહોંચાડે છે, તો તેમની સામે FIR નોંધવામાં આવશે.
હાલમાં જ એક વાયરલ વીડિયો સામે આવ્યો છે
હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક છોકરો ચાલતી ટ્રેન સાથે સ્ટંટ કરતો વીડિયો બનાવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ટ્રેનની અંદરથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે ટ્રેન પ્લેટફોર્મ પર આગળ વધવા લાગે છે, આ દરમિયાન એક વ્યક્તિ ટ્રેનની સાથે દોડે છે અને થોડીવાર પછી હેન્ડલ પકડીને ટ્રેન સાથે જ ઢસડાય છે.
Bhai chappal kis company ki hain bass yah bata de pic.twitter.com/0WxV3SolSG
— HasnaZarooriHai (@HasnaZaruriHai) November 13, 2024
(credit Source : @HasnaZaruriHai)
ટ્રેન જ્યારે રેકાઈ જાય છે પછી, તે લપસી જાય છે. આ રીતે તે ચાલતી ટ્રેન સાથે ખતરનાક સ્ટંટ કરે છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંતે તે ટ્રેનમાં ચઢે છે. વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગેની માહિતી મળી શકી નથી, પરંતુ તે ચોક્કસપણે વાયરલ થઈ રહ્યો છે. આવું કરવા પર કાયદેસરના પગલાં પણ લેવાઈ શકે છે.