Ahmedabad : વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ અકસ્માતની ઘટના સામે આવી, કોઇ જાનહાનિ નહિ
આર્મી જવાનોએ ડ્રાઇવરને પ્રાથમિક સારવાર આપી હતી. તેમજ બાળકોને પણ હેયાધારણ આપી હતી. અકસ્માત સર્જાયેલી બસ રિવર સાઇડ એજ્યુકેશન ફાઉન્ડેશનની હતી. જેના પગલે મેનેજમેન્ટને પણ જાણ કરવામાં આવી હતી.
Ahmedabad: અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસના અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એરપોર્ટ રોડ પર આર્મી કેમ્પની સામે અકસ્માત સર્જાયો છે. જેમાં ચાલુ બસે ડ્રાઈવરને ખેંચ આવતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરને ખેંચ આવતા બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. જો કે સ્કૂલ બસને અકસ્માત થતાં જ આર્મી જવાનો દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકાસની ઉડાનના પ્રતીક સમાન ઈમીટેશન આર્ટથી મઢેલા પ્લેનની અપાઈ ભેટ- જુઓ Video
તેમજ આર્મી જવાનોએ ડ્રાઇવરને પ્રાથમિક સારવાર આપી હતી. તેમજ બાળકોને પણ હેયાધારણ આપી હતી. અકસ્માત સર્જાયેલી બસ રિવર સાઇડ એજ્યુકેશન ફાઉન્ડેશનની હતી. જેના પગલે મેનેજમેન્ટને પણ જાણ કરવામાં આવી હતી.
Latest Videos