Gujarat Election 2022 : પીએમ મોદીએ રોડ શોનો કાફલો રોકી એમ્બ્યુલન્સને સાઈડ આપી

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો છે. જેમાં પીએમ મોદીના રોડ શો દરમ્યાન એમ્બ્યુલન્સને રસ્તો આપીને આગળ નીકાળવામાં આવી હતી. ગુજરાતના ચૂંટણી ઈતિહાસનો અત્યાર સુધીનો ભવ્યાતિ ભવ્ય પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 7:11 PM

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો છે. જેમાં પીએમ મોદીના રોડ શો દરમ્યાન એમ્બ્યુલન્સને રસ્તો આપીને આગળ નીકાળવામાં આવી હતી. ગુજરાતના ચૂંટણી ઈતિહાસનો અત્યાર સુધીનો ભવ્યાતિ ભવ્ય પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે.

રોડ શો રૂટ પર ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી પણ લોકોનુ અભિવાદન જીલતા જીલતા આગળ વધી રહ્યા છે. રોડ શો રૂટ પર ગુજરાતનો સિંહ આવ્યો જેવા નારા પણ સતત ચાલી રહ્યા છે. આ રોડ શોને થોડીવાર માટે ધીમો પણ કરવામાં આવ્યો હતો અને એક એમ્બ્યુલન્સને પણ રસ્તો કરી દેવામાં આવ્યો હતો.  અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત સાથેનુ જોડાણની તાકાત પણ જોવા મળી રહી છે. ઢોલ નગારા, ફટાકડા ફુલોની વર્ષા બધુ જ અહીં જોવા મળી રહ્યુ છે.

32 કિલોમીટરના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું છે. અમદાવાદમાં માર્ગોની બંને તરફ દુકાન, અગાશી કે ઓવરબ્રિજ પર હજારોની સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદીની એક ઝલક નિહાળવા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ ઠેર-ઠેર નમસ્કારની મુદ્રામાં જનતાનું અભિવાદન ઝીલ્યું. તો ઠેક-ઠેકાણે યુવાનોએ મોદી-મોદીના ગગનભેદી નાદથી વાતાવરણ ગજવી દીધું. અમદાવાદમાં રોડ-શોના રૂટ પર ચારે તરફ લહેરાતા કેસરિયા ઝંડાથી વાતાવરણ ભગવામય બની ગયું છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">