રાજકોટ મનપાના લોકદરબારમાં પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના આગેવાનો વિફર્યા, ટેબલ પર ચઢી બોલ્યા, મર્યાદામાં રહેવાનું કહો છો પણ…. Video

રાજકોટ મનપા દ્વારા આયોજિત આજનો લોકદરબાર રણસંગ્રામમાં ફેરવાઈ ગયો. 'મેયર તમારે દ્વાર' લોકદરબારમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલી પાછળનું કારણ હતુ પૂર્વ મેયરની એક ટકોર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2024 | 4:06 PM

રાજકોટ મહાનગરપાલિકાનો ‘મેયર તમારે દ્વાર’ લોકદરબાર આજે યોજાયો હતો. જો કે આ લોકદરબારમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની શાબ્દિક ટપાટપી જોવા મળી. લોકોના પ્રશ્નોની રજૂઆત અને તેના નિરાકરણ માટે મળેલા લોકદરબારમાં જ્યારે એક મહિલાએ તેમના વિસ્તારના રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા વિશે રજૂઆત કરતા પૂર્વ મેયર પ્રદિપ ડવે તેમને મર્યાદામાં રહેવાની ટકોર કરી. મહિલા સાથે અપમાનજનક ભાષામાં વાત કરતા કોંગ્રેસના આગેવાનો વિફર્યા હતા.

લોક દરબારમાં લોકોની જ રજૂઆત સાંભળવામાં આવતી નથી- કનકસિંહ

પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહે મહિલા વતી રજૂઆત કરી. કનકસિંહ ટેબલ પર ચડી ગયા અને મેયરને જણાવ્યુ કે મર્યાદામાં રહેવાનુ કહો છો, પણ પહેલા પ્રશ્નોનું તો નિરાકરણ લાવો. કનકસિંહે જણાવ્યુ કે માત્ર ભાજપના નેતાઓ અને કાર્યકરો જ આગળ બેસીને પ્રશ્નો પૂછે છે, જ્યારે લોકોની સમસ્યા જાણવા માટે લોકદરબાર યોજ્યો હોય તો લોકોનુ નહીં સાંભળો તો કોનુ સાંભળશો. વોર્ડ નંબર 12ના ભાજપના આગેવાનો, હોદ્દેદારો લોકદરબારમાં આગળ જઈને લોકોને પાછળ ધકેલતા હતા. આથી કનકસિંહે ટેબલ પર ચડી જઈ સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયરને રજૂઆત કરી કે તમે લોકોને કેમ સાંભળતા નથી.

પ્રજાએ સમસ્યાઓ મુદ્દે પ્રશ્નો કરતા નેતાઓએ ચાલતી પકડી : કનકસિંહ

જો કે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની રજૂઆતને પણ ધ્યાને લેવાઈ નહીં અને પ્રજાએ સમસ્યાઓ મુદ્દે સવાલો કરતા નેતાઓએ લોકદરબારમાંથી ચાલતી પકડી હતી. લોકોનો રોષ જોઈને મેયરે અડધો કાર્યક્રમ મુકીને ચાલતી પકડી હતી. પ્રજાની સમસ્યા જાણવા માટે ‘મેયર તમારે દ્વાર’ લોકદરબારનો યોજાયો. જ્યાં લોકોએ નેતાઓને સવાલ કરતા, જવાબ આપવાને બદલે ચાલતી પકડવા લાગ્યા.

Input Credit- Ronak Majithiya- Rajkot

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">