Mahisagar Rain : ભાદર ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડ્યુ, 8 ગામને અપાયુ એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લામાં પર ધોધમાર વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં આવેલો ભાદર ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે મહીસાગર જિલ્લામાં પર ધોધમાર વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં આવેલો ભાદર ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવ્યું છે. ભાદર ડેમ બે દિવસ પહેલા માત્ર 13 ટકા જ ભરેલો હતો. પરંતુ મહીસાગર જિલ્લામાં સતત બે દિવસથી થયેલા અનરાધાર વરસાદના પગલે ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. ભાદર ડેમ પૂર્ણ સપાટીએ પહોંચતા જ ત્રણ ગેટ 1.25 મીટર ખોલી 12 હજાર ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવ્યું છે.
નીચાણ વિસ્તારના 8 ગામોમાં એલર્ટ
ભાદર ડેમમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના 8 ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે. કડાણા તાલુકાનું એક અને ખાનપુર તાલુકાના 7 મળી કુલ 8 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ભાદર ડેમ પૂર્ણ થતા ખાનપુર, લુણાવાડા અને વીરપુર તાલુકાના 60 ગામોની 8 હજાર હેકટર જમીનમાં સિંચાઇ માટે આગામી રવિ સીઝનમાં પાણી આપી શકાશે જેને લઇને ખેડૂતો માટે સારા સમાચાર છે.