Botad : હડદડ ગામે ‘AAP’ ની મહાપંચાયતમાં થયો પથ્થરમારો, પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ- Video
કડદા પ્રથાના વિરોધમાં બોટાદના હડદડ ગામે ખેડૂતોએ મહાપંચાયત બોલાવી હતી જેમાં ખેડૂતો આવી રહ્યાં હતા તે સમયે પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું અને આક્રોશમાં આવેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો.
કડદા પ્રથાના વિરોધમાં બોટાદના હડદડ ગામે ખેડૂતોએ મહાપંચાયત બોલાવી હતી જેમાં ખેડૂતો આવી રહ્યાં હતા તે સમયે પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું અને આક્રોશમાં આવેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ગ્રામજનો એકઠા થઇને પોલીસ પર તૂટી પડ્યા. પોલીસ બસ અને વાનના કાચ તોડી નાંખ્યા એટલું જ નહીં, પોલીસની વાન પણ ઉંધી પાડી દીધી. AAP નેતા રાજુ કરપડાએ ગ્રામજનોની મહાપંચાયત બોલાવી હતી અને લોકોને એકઠા કરીને APMCની કડદા પ્રથા અંગે વિરોધ કરી રહ્યા હતા પરંતુ, મહાપંચાયત માટે AAP નેતાએ પોલીસની મંજૂરી નહોતી લીધી. જેની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તો, લોકોએ બેકાબૂ થઇને પથ્થરો મારવાના શરુ કર્યા. હડદડ ગામનો માહોલ તંગ બનતા સ્થિતિ કાબૂ કરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.
તો, આ મામલે AAP નેતા ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ પોલીસ અને સત્તાપક્ષ પર આક્ષેપ કર્યા છે કે, સત્તાપક્ષે પોલીસને આગળ ધરી માહોલ ડહોળવાનો પ્રયાસ કરાયો.
AAP નેતા ખેડૂતોને એકત્ર કરીને રાજુ કરપડા કડદા પ્રથાનો વિરોધ કરી રહ્યા હતા કડદા પ્રથા એટલે કે એક વખત કપાસનો ભાવ નક્કી થઈ ગયા બાદ કોઈ કારણ ધરી, ભાવ ઓછા કરાવવા તેને કડદો કર્યો કહેવાય પરંતુ, આ વિરોધ દરમિયાન મામલો ઉગ્ર બન્યો જેને લઇ પોલીસ કાયદો હાથમાં લેનાર વ્યક્તિને પકડવા મથી રહી છે.