Aravalli: લો બોલો! પોલીસે દારૂ પકડ્યો અને પછી વહિવટ કરવા જતા ઝડપાઈ, LCB PI સહિતનાં કર્મી સામે ગુનો

અરવલ્લી જીલ્લાની LCB દ્રારા દારુને સગેવગે કરવાનો દાગ લાગ્યો છે. ચોકીદારી કરવા સાથે ચોરી કરવા જવાનો ખેલ કરતા એલસીબીની ટીમ હવે કાયદાની જાળમાં ભરાઇ ગઇ છે. એલસીબીએ દારુ ભરેલા ટેમ્પાને ઝડપ્યા બાદ તેમાંથી દારુના ઝથ્થાને બારોબાર જ સગેવગે કરવાનો મામલો બહાર આવ્યો હતો.

Avnish Goswami
| Edited By: | Updated on: Feb 20, 2021 | 10:07 AM

અરવલ્લી જીલ્લાની LCB પર દારુને સગેવગે કરવાનો ધબ્બો લાગ્યો છે. ચોકીદારી કરવા સાથે ચોરી કરવા જવાનો ખેલ કરતા એલસીબીની ટીમ હવે કાયદાની જાળમાં ભરાઇ ગઇ છે. એલસીબીએ દારુ ભરેલા ટેમ્પાને ઝડપ્યા બાદ તેમાંથી દારુના જથ્થાને બારોબાર જ સગેવગે કરવાનો મામલો બહાર આવ્યો હતો. જેને લઇને શુક્રવારે સાંજે મોડાસા રુરલ પોલીસ (Modasa Rural Police) સ્ટેશનમાં, એલસીબીના બે પોલીસ કોન્સ્ટેબલો વિરુદ્ધ ફરીયાદ દર્જ કરાઇ હતી. ત્યાર બાદ હવે એલસીબી પીઆઇ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે પ્રોહિબીશન એક્ટ (Prohibition Act) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. એલસીબી ની કચેરીમાંથી જ દારુનો ઝથ્થો મળી આવવાને લઇને એલસીબી પીઆઇ આરકે પરમાર (RK Parmar) વિરુદ્ધ ગુન્હો દર્જ કરવામાં આવ્યો છે.

મોડાસા રુલર પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાંથી એલસીબી ની ટીમ દ્રારા એક ટેમ્પોને ઝડપવામાં આવ્યો હતો. જે ટેમ્પોમાંથી દારુના કેટલાક ઝથ્થાને સગેવગે કરવામાં આવ્યો હતો. જે દરમ્યાન દારુ સગેવગે કરી રહેલી કાર જ રસ્તામાં પલટી જતા ભાંડો ફુટી ગયો હતો. કાર પલટતા કારમાં દારુના ઝથ્થા સાથે રહેલા એલબીસીના બે પોલીસ કર્મીઓ ફરાર થઇ ગયા હતા. મોડાસા રુરલ પોલીસે બંને પોલીસ કોન્સ્ટેબલો સામે ફરીયાદ દર્જ કરી હતી અને બંને ને ઝડપી લેવાયા હતા.

આ દરમ્યાન મોડાસા શહેર પોલીસ દ્રારા એલસીબી કચેરીની તપાસ હાથ ધરવાામાં આવી હતી. જે દરમ્યાન એલસીબી કચેરીમાંથી 167 નંગ વિદેશી શરાબની બોટલ અને બીયરના ટીમ મળી આવ્યા હતા. એલસીબી પોલીસ દ્રારા જ ઝડપેલા દારુના ઝથ્થાને વગે કરીને કચેરીમાં સંતાડી રાખવાને લઇને એલસીબી પીઆઇ સહિત સગેવગે કરવામાં સામેલ પોલીસ કર્મીઓ સામે ફરીયાદ નોંધવામાં આવી હતી. મોડાસા શહેર પોલીસ મથકના પીએસઓ એ કહ્યુ હતુ કે, એલસીબી પીઆઇ આરકે પરમાર, હે.કો. ઇમરાન ખાન ખોખર, હે.કો. પ્રમોદ પંડ્યા અને પો.કો. અતુલ ભરવાડ સામે કાવત્રુ રચીને દારુ વગે કરવાનુ કૃત્ય કર્યા અંગે ગુન્હો નોધ્યો છે. આ પૈકી ઇમરાન અને પ્રમોદ પંડ્યાને શુક્રવારે જ ઝડપી લેવામાં આવ્યા હતા. અને હવે એલસીબી પીઆઇ પરમાર અને પોલીસ કર્મી અતુલ ભરવાડની ધરપકડને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">