Ahmedabad : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત, ZyCoV-D રસી અંગે જાણકારી મેળવી

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતે આવ્યા હતા. અહીં, તેમણે તૈયાર થઇ રહેલી કોરોના વેક્સિન (ZyCoV-D ) અંગે માહિતી મેળવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 2:35 PM

Ahmedabad : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતે આવ્યા હતા. અહીં, તેમણે તૈયાર થઇ રહેલી કોરોના વેક્સિન અંગે માહિતી મેળવી હતી. નોંધનીય છેકે ઝાયડસ કંપની દ્વારા હાલ ઝાયકોવ-ડી (ZyCoV-D )રસી તૈયાર કરવામાં આવી રહી છે. જે મામલે જાણકારી મેળવવા કેન્દ્રીય પ્રધાન કંપનીની મુલાકાતે આવ્યા હતા.

ઝાયડસ-કેડીલા કંપની ઝાયકોવ-ડી નામની DNA આધારિત રસી તૈયાર કરી રહી છે. જે વિશ્વની પહેલી ડીએનએ આધારિત રસી હોવાનું કહેવાઇ રહ્યું છે. ઝાયડસ કેડીલાની આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આ રસી(ZyCoV-D )ની મંજુરીને લઇને પણ કંપની દ્વારા તૈયારીઓ કરી લેવાઇ છે. ત્યારે 12 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે ઉપયોગી આ રસી માટે DGCI પાસે મંજૂરી માગવામાં આવી છે. જો આ રસી(ZyCoV-D )ને મંજૂરી મળી જશે તો કોરોના સામેની લડાઇમાં દેશને ઘણો જ ફાયદો થશે.

ZyCoV-D અમદાવાદ સ્થિત ઝાયડસ કૅડિલા ફાર્મા કંપની દ્વારા તૈયાર કરાઇ રહી છે. મળતા અહેવાલો પ્રમાણે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા ટૂંક સમયમાં આ રસીની મંજૂરી સંદર્ભે નિર્ણય લઈ શકે છે.

ઝાયડસ કૅડિલા અનુસાર આ રસીનું 28,000 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ક્લિનિકલ ટ્રાયલ છે. ટ્રાયલમાં 12-18 વર્ષનાં બાળકો સહિત દરેક ઉંમરના લોકોને સામેલ કરાયા છે.

ઝાયડસ કૅડિલા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 28 દિવસની અંદર ત્રણ ડોઝ આપવામાં આવશે. અત્યારે ભારતમાં લોકોને કોવિશિલ્ડ, કોવૅક્સિન અને સ્પુતનિક રસી આપવામાં આવી રહી છે, જેમાં દરેક લોકોને બે ડોઝ આપવામાં આવે છે. કંપની અનુસાર ZyCoV-D એક ઇન્ટ્રા-ડર્મલ વૅક્સિન છે એટલે કે આ કોરોના રસી આપવા માટે ઇન્જેક્શનની જરૂર પડતી નથી.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">