OMG : પત્નીએ પતિના ખાતામાંથી ઉડાવ્યા 4 કરોડ, આ મહિલાની ચોરી કરવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો !

તમે ચોરી વિશે સાંભળ્યુ હશે, પરંતુ ઘરમાં જ આટલી ચપળતાથી પત્ની ચોરી કરે તેના વિશે તમે પહેલીવાર સાંભળ્યુ હશે. આ મહિલાની ચોરી કરવાની રીત વિશે જાણીને દરેક લોકો દંગ રહી જાય છે.

OMG : પત્નીએ પતિના ખાતામાંથી ઉડાવ્યા 4 કરોડ, આ મહિલાની ચોરી કરવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો !
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 6:04 PM

Viral: અમેરિકામાં એક મહિલાએ તેના પતિ સાથે કંઈક એવુ કર્યું તે જાણીને તમને પણ નવાઈ લાગશે. આ મહિલાએ તેના પતિના ખાતામાંથી જ 4.5 કરોડ રૂપિયા ઉડાવી દીધા. આટલું જ નહીં 20 વર્ષ સુધી તેને તેની જાણ પણ થવા દીધી ન હતી. મહિલાની ચોરી કરવાની રીત વિશે જાણીને દરેક લોકો દંગ રહી જાય છે. ફક્ત ફિલ્મોમાં(Film) જ જોવા મળતો આ કિસ્સો હકીકતમાં સામે આવતા લોકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

આ મહિલાએ ચપળતાથી એવી ચોરી કરી કે કોઈને જાણ સુધ્ધા ન થઈ

આ અજીબો ગરીબ કિસ્સો અમેરિકાના કનેક્ટિકટમાંથી સામે આવ્યો છે. જ્યાં ડોના મેરિનો (Donna Merino)નામની આ મહિલાએ તેના પતિના ખાતામાંથી 4 કરોડ 44 લાખ રૂપિયા ઉપાડી લીધા અને જ્યારે તેના પતિએ આ વિશે પૂછ્યું ત્યારે તેણે તેને કંઈક એવો ચપળતાથી જવાબ આપ્યો કે કોઈને આ વિશે જાણ સુધ્ધા ન થઈ. અહેવાલો અનુસાર મેરિનોએ તેના પતિના પેન્શન ચેક અને અન્ય આવકમાંથી છેલ્લા 20 વર્ષમાં 4 કરોડથી વધુની ગેરરીતિ કરી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મહિલા છેલ્લા 20 વર્ષથી તેના પતિને છેતરી રહી હતી

ડોનાએ તેના પતિનો વિશ્વાસ જીત્યા બાદ તમામ નાણાકીય બાબતો (Financial Transaction) તે જાતે જ જોતી હતી. આવી સ્થિતિમાં તે ખૂબ જ સરળતાથી તેના પતિને છેતરવામાં સફળ રહી. તે ધીમે ધીમે તેના પતિનું ખાતું ખાલી કરી રહી હતી.

જ્યારે પણ પતિ આ અંગે કોઈ પ્રશ્ન પૂછતો ત્યારે તે તેને ખાતરી આપતી કે તેને સ્મૃતિભ્રંશ થયો છે. ડોના એટલી હોંશિયાર હતી કે જ્યારે પણ તેનો પતિ બેંકમાં જવાની વાત કરતો ત્યારે તે અલ્ઝાઈમરના બહાને તે હંગામો મચાવી દેતી.

અલ્ઝાઈમરનું બહાનુ કરીને આચરી ગેરરિતી

મજાની વાત એ છે કે ડોનાનો પતિ તેના પર એટલો ભરોસો રાખતો હતો કે તેણે માની પણ લીધું હતું કે તેને અલ્ઝાઈમર(Alzheimer’s)છે. આટલું જ નહીં ડોનાના ભરોસાને કારણે તેણે ક્યારેય તેના ડોક્ટરને (Doctor) પણ આ વિશે પુછ્યુ નથી. પણ કહેવાય છે કે ખરાબ કર્મોનું ખરાબ પરિણામ જ મળે છે. પરંતુ હાલ પત્નની આ કરતુત સામે આવતા પતિને ભારે આઘાત લાગ્યો છે.

તમને જણાવી દઈએ કે ડોના આ વ્યક્તિની બીજી પત્ની હતી. જ્યારે પુરુષની પુત્રીએ પિતાની નાણાકીય વિગતો તપાસી તો કૌભાંડ પ્રકાશમાં આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે પત્ની દ્વારા કરાયેલા કોઈપણ વ્યવહારની જાણ આ વ્યક્તિને નહોતી. પૂછપરછ દરમિયાન ખબર પડી કે ડોનાએ તેના પતિના ખાતામાંથી પૈસા ઉપાડી તેના ખાતામાં જમા કરાવ્યા હતા. ડોના સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Video: આ બાળકીઓએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! ટેલેન્ટ જોઈ લોકોએ કહ્યું “પ્રતિભા કોઈની મોહતાજ નથી હોતી”

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">