આજ કાલ પ્લાસ્ટિકનો ઉપયોગ એ સામાન્ય બાબત બની ગઈ છે. પ્લાસ્ટિકના કારણે દુનિયાને કેટલું નુકસાન વેઠવું પડે છે તેનો અંદાજો પણ લગાવવો મુશ્કેલ છે. પર્યાવરણના એક પ્રદુષણ માંથી એક મુખ્ય કારણ એ પ્લાસ્ટિક છે. કેમ કે તે સેકન્ડો વર્ષો સુધી પર્યાવરણમાં પડ્યું રહે છે. તે પાણીથી લઈને હવાને પણ દુષિત કરે છે. પ્રાણીઓ તેને ખાઈને મરી જાય છે પરંતુ તેની બીજી બાજુ જોવા જઈએ તો તે ઘણી ઉપયોગી વસ્તુ બની શકે છે. તે આપણી રોજના જીવનને સરળ બનાવે છે.
આ પણ વાંચો : આ શખ્સનું શરીર છે કે રબર ? ફ્લેક્સિબિલિટી જોઈ સ્તબ્ધ થઈ જાય છે લોકો, જુઓ Amazing Viral Video
પ્લાસ્ટિકનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો ઠીક છે. આનો પુરાવો એક કંપની દ્વારા આપવામાં આવે છે જે પ્લાસ્ટિકને રિસાયકલ કરી રહી છે અને તેનો ઉપયોગ ચશ્મા બનાવવા માટે કરે છે. આશા નામની આ કંપનીના કો-ફાઉન્ડર અનીશ માલપાણીએ હાલમાં જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ કંપની કેવી રીતે ચમત્કાર કરી રહી છે. કંપનીએ વિધાઉટ નામના સનગ્લાસની રેન્જ બજારમાં ઉતારી છે, જેની વિશેષતા એ છે કે તે પ્લાસ્ટિકની ચિપ્સથી બનેલા છે.
This has been the hardest thing I have ever been a part of.
Finally: Presenting the world’s first recycled sunglasses made from packets of chips, right here in India! pic.twitter.com/OSZQYyrgVc
— Anish Malpani (@AnishMalpani) February 16, 2023
વીડિયો શેર કરતી વખતે અનીશે લખ્યું – આ અત્યાર સુધીની મુશ્કેલ ચીજ છે જેનો હું ભાગ રહ્યો છું. ચિપ્સના પેકેટમાંથી બનેલા આ વિશ્વના પ્રથમ રિસાયકલ કરેલા સનગ્લાસ છે. તે ભારતમાં બને છે. વાયરલ વીડિયોમાં એક છોકરીએ જણાવ્યું કે, કેવી રીતે કંપની કચરો વીણવા વાળાને મદદ કરી રહી છે અને તેમના બાળકોને સારી સ્કૂલમાં મોકલી રહી છે. આનો શ્રેય પ્લાસ્ટિકના રિસાયકલર્સને જાય છે. કારણ કે કંપની તેમને પ્લાસ્ટિક એકત્ર કરવા માટે ઘણા પૈસા ચૂકવી રહી છે. પ્લાસ્ટિક ઓગાળવામાં આવે છે અને ઘટ્ટ થાય છે અને પછી ચશ્મામાં મોલ્ડ કરવામાં આવે છે.
આ વીડિયોને 44 હજારથી વધારે વ્યુઝ મળી ચુક્યા છે. જો કે ઘણા લોકોએ કોમેન્ટ્સ આપી છે. એકે કહ્યું છે કે, અનિષને શાર્ક ટૈંકમાં જવું જોઈએ કાં તો તે તેના રૂપિયા લઈ લે અને તેના કામ ને આગળ વધારે. અન્ય એક યુઝરે કહ્યું કે, આ વાતની ખુશી છે કે પુણેમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.