Phuket Airport Viral Video: હવાઈ યાત્રાને લઈને ઘણા નિયમો અને કાયદાઓ હોય છે. તમે તમારી સાથે નક્કી કરેલા વજનની જ વસ્તુ લઈ જઈ શકો, યોગ્ય કપડા પહેરવા, હથિયારો નહીં લઈ જઈ શકો જેવા નિયમો આપણે જાણીએ છે. હવાઈ યાત્રા સમયે આ બધા નિયમોનું પાલન થાય અને કોઈ જાતની દાણચોરી ન થાય તે માટે એરપોર્ટ પર દરેકના સામાનની તપાસ કરવામાં આવે છે. વર્ષોથી લોકોના ખાવા પીવાના સામાન આ તપાસમાં બહાર નીકળતા હોય છે. આવી જ એક ઘટના હિમાંશુ દેવગન નામના એક વ્યક્તિ સાથે થઈ પણ તેણે તે કર્મચારીઓ સાથે એવુ વર્તન કર્યુ કે તેનો વીડિયો વાયરલ (Viral Video) થઈ ગયો.
વાયરલ વીડિયોમાં થાઈલેન્ડના ફુકેત એરપોર્ટનો નજારો જોવા મળી રહ્યો છે. ત્યા આ ભારતીય વ્યક્તિના સામાનની તપાસ વખતે તેમા ગુલાબજાબુનું બોક્સ મળ્યુ. અધિકારીઓએ જણાવ્યુ કે તમે આ બોક્સ નહીં લઈ જઈ શકો. તેવામાં તે વ્યક્તિ એ સુરક્ષા અધિકારીઓને તે ગુલાબજાબુ ખાવા આપ્યા. અધિકારીઓએ તેમની વાત માની અને તેઓ ગુલાબજાબુ ખાવા લાગ્યા. તે વ્યક્તિનું માનવુ એમ હતુ કે, જો આ બોક્સ અહીં જ એરપોર્ટ પર રહેશે તો કચરામાં જશે, તેની જો સૌ મળી તેને ખાશે તો તેનો બગાડ પણ નહીં થાય.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @himanshudevgan નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગુલાબજાબુ ફલાઈટમાં ન લઈ જવા દેવાની મીઠી સજા. અન્ય એક યુઝરે લખ્યુ કે, તેમની સાથે લડવાની જગ્યા એ ખુબ સારો વ્યવહાર કર્યો આ વ્યક્તિએ. આવી અનેક પ્રશંસાવાળી પ્રતિક્રિયા આ વીડિયો પોસ્ટને મળી રહી છે.