ડાન્સના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થતા હોય છે. બોલિવૂડના અભિનેત્રીઓના સોંગ પર તે અભિનેત્રી અને તેમના ફેન્સના અનેક વીડિયો તમે સોશિયલ મીડિયામાં જોયા હશે. તેમાં પણ લગ્નમાં થતા ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતા હોય છે. જેમાં નાગીન ડાન્સથી લઈને નોરા ફતેહીના સોંગ પર બાળકો અને વૃધ્ધોનો ડાન્સ ખુબ વાયરલ થતા હોય છે. બોલિવૂડના સોંગ્સનો ક્રેઝ ભારતમાં જ નહીં વિદેશમાં પણ જોવા મળે છે. આ જ કારણ છે કે તેના બોલિવૂડ સોંગ્સનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વીડિયો આવતા રહે છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે. આ દિવસોમાં પણ આવો વાયરલ વીડિયો (Viral Video) લોકોમાં ચર્ચામાં છે. જેમાં વિદેશીઓનું એક ડાન્સ ગ્રુપ દેશી સોંગ પર જબરદસ્ત રીતે ડાન્સ કરતું જોવા મળે છે.
આ વાયરલ વીડિયો નોર્વેના એક લગ્નના રિસેપ્શનનો છે, જ્યાં નોર્વેનું એક ડાન્સ ગ્રુપ રિસેપ્શનમાં તેમલા આકર્ષક ડાન્સ મૂવ્સ બતાવી રહ્યું છે. આ ગ્રુપ બોલિવૂડના એક સોંગ પર ડાન્સ કરી રહ્યુ છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયો.
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે નોર્વેના એક ડાન્સ ગ્રુપના તમામ લોકોને સૂટ-બૂટ પહેરીને અને આંખોમાં સનગ્લાસ પહેરેલા જોઈ શકો છો. કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘બાર બાર બાર’ દેખો સોંગ ‘કાલા ચશ્મા’ પર ડાન્સ કરતા જોવા મળે છે.
આ ડાન્સનો વીડિયો એક ડાન્સરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હમણા સુધી આ વાયરલ વીડિયોને 8 લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે અને 80 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. આ સિવાય લોકો આ ડાન્સ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તેનો ડાન્સ ખરેખર અદ્ભુત છે.’ જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘ગીતના અર્થને સમજીને આ રીતે ડાન્સ કરવો ખરેખર મુશ્કેલ છે..! આ સિવાય પણ ઘણા લોકો આ પર ફની કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.