Dhinchak Pooja Viral video: સોશ્યિલ મીડિયામાં લોકો વચ્ચે પ્રખ્યાત થવા માટે ઘણા લોકો કેટલીક વાર એવા કામ કરે છે કે તે હસીનું પાત્ર બની જાય છે. તેમાંનુ જ એક નામ છે ઢિન્ચેક પૂજા (Dhinchak Pooja). તે તેના વિચિત્ર સોંગ અને ખરાબ અવાજને કારણે સોશ્યિલ મીડિયામાં ઘણી ટ્રોલ થાય છે પણ તે તેના વિચિત્ર લિરીકસવાળા સોંગ બનાવતી જ રહે છે. તે બિગ બોસ રિયાલીટી શોમાં પણ જોવા મળી હતી. ‘સેલ્ફી મૈંને લે લી આજ’ સોંગ તેનું સૌથી વાયરલ થયેલુ સોંગ છે, આ જ સોંગને કારણે તે જાણીતી બની હતી. આ પછી તેના બીજા ઘણા ગીતો આવ્યા. હવે ફરી એકવાર તેનું નવું ગીત આવ્યું છે, જે સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેને સાંભળ્યા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વખતે ઢિન્ચેક પૂજાએ હોલિવુડની પ્રખ્યાત રેપ સિંગર એમિનેમનું ગીત ‘લોઝ યોરસેલ્ફ’ (Lose yourself) રીક્રિએટ કર્યું છે, જેના પછી લોકોએ દર વખતની જેમ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
ઢિન્ચેક પૂજાએ માત્ર ગીતને રીક્રિએટ જ કર્યું નથી, પરંતુ તેણે એમિનેમના વીડિયોમાંથી ઘણા સીન અને સ્ટેપ્સની નકલ પણ કરી છે. ઢિન્ચેક પૂજાએ નવા સોંગનો વીડિયો તેના યુટ્યુબ અને ફેસબુક એકાઉન્ટ પર શેયર કર્યો છે. ઢિન્ચેક પૂજાએ એમિનેમ જેવો ફંકી ડ્રેસ પહેર્યો છે. તમને જણાવી દઈએ કે એમિનેમનું ‘લોઝ યોરસેલ્ફ’ (Lose yourself) ગીત હોલીવુડની ફિલ્મ 8 માઈલનું છે, જેને ઢિન્ચેક પૂજાએ હિન્દીમાં તેને રીક્રિએટ કરીને ગાયું છે. તેમણે ગીતના ઘણા શબ્દોનો હિન્દીમાં માત્ર પોતાના શબ્દોમાં અનુવાદ કર્યો છે.
આ સોંગ પર ટ્રોલ થયા બાદ તેનું કમેન્ટ સેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, ફેસબુક પર પણ લોકો તેના ગીતો સાંભળીને તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે ‘આભાર હું બહેરો છું’ તો કેટલાક કહી રહ્યા છે કે આ ગીત સાંભળીને એમિનેમ મરી જશે. અન્ય એક યુઝરે ગીત સાંભળ્યા પછી કમેન્ટ કરી કે ‘મારે એસિડથી કાન ધોવાની જરૂર છે’.